- હું છું રાજકોટનો વોર્ડ નંબર 17 આ છે મારી વાત
- રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર
- ગત ટર્મમાં કોર્પોરેટર દ્વારા શું કામગીરી કરવામાં આવી
રાજકોટઃ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ છે. જેમાં રાજકોટ મનપાની ચૂંટણી પણ યોજાનારી છે, ત્યારે રાજકોટ મનપાના અલગ-અલગ વિસ્તારની પરિસ્થિતિ શું છે અને ગત ટર્મમાં કોર્પોરેટર દ્વારા શું કામગીરી કરવામાં આવી તે સહિતના મુદ્દાઓ વિશે જાણો અમારો વિશેષ અહેવાલ.
વોર્ડ નંબર 17માં 58 હજાર જેટલા મતદારો
રાજકોટના વોર્ડ નંબર 17માં હાલમાં કુલ અંદાજીત 58,000 મતદાર નોંધાયા છે.આ વિસ્તારમાં વર્ષ 2015માં યોજાયેલી મહાનગર પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને 3 અને ભાજપને 1 બેઠક પર જીત મળી હતી. આ વિસ્તારમાં ગત ચૂંટણી સમયે કોંગ્રેસમાંથી ઘનશ્યામસિંહ જાડેજા, ગાયત્રીબેન ભટ્ટ અને જયાબેન ટાંક ચૂંટાયા હતા. જ્યારે ભાજપમાંથી અનિતાબેન ગોસ્વામી ચૂંટાઇને વિજેતા થયા હતા. આ વિસ્તારમાં 58,000 મતદારો પૈકી સૌથી વધુ પાટીદાર સમાજના મતદારોનો સમાવેશ થાય છે. જે અંદાજીત 8,000થી વધુ મતદારો છે અને બાકી મતદારો અન્ય સમાજના વસવાટ કરી રહ્યા છે.
શું છે વોર્ડ નંબર 17ની મુખ્ય સમસ્યા
આ વિસ્તારમાં સફાઇ, ડ્રેનેજ, પીવાના પાણી અને અંતરયાળ સલ્મ તેમજ વિસ્તારમાં રોડ રસ્તાના મુખ્ય પ્રશ્ન છે. જે પરિપૂર્ણ કરવા જનતા નેતાઓ પાસે આશા રાખી રહી છે. આ વર્ષે મનપાની ચૂંટણીમાં રાજકોટ વોર્ડ નંબર 17 વિસ્તારમાં 4 પૈકી 1 બેઠક પર OBC પુરુષ અનામત છે જ્યારે 3 બેઠક પર જનરલ નક્કી કરવામાં આવેલા છે.