રાજકોટ- ફેસબુક આઈડી ઉપર ખોટા નામના એકાઉન્ટ બનાવી યુવાનો-લોકો સાથે સંપર્ક કેળવી હનીટ્રેપમાં ફસાવવાના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે પંદર દિવસ પહેલા ગોંડલ તાલુકાના ચરખડી ગામ પાસે ભેસાણના યુવાનને મહિલા સહિત કેટલાક શખ્સોએ હનીટ્રેપમાં ફસાવી મોબાઇલ ફોન, રોકડ રકમની લૂંટ ચલાવવામાં આવી હોય જે અંગે એલસીબી પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરી તાલુકાના શ્રીનાથગઢ ગામ પાસે બાતમીના આધારે એક મહિલા સહિત ચાર શખ્સોને રૂ. 5,41,000 નાં મુદ્દામાલ ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચોઃ Honeytrap Case in Surat: પોલીસ દ્વારા મુકવામાં આવેલા સજેસન બોક્સના આધારે થયો હનીટ્રેપનો પર્દાફાશ
સોશિયલ મીડિયાથી મિત્રતા - બનાવની પ્રાપ્ત વિગતો મુજબ જૂનાગઢના ભેસાણમાં રહેતા અતુલ પટેલ નામના યુવાન સાથે પંદર દિવસ પહેલા પુજા પટેલ નામના ફેસબુક આઇડી ઉપરથી એક યુવતીએ મિત્રતા કરી હતી. ગત તારીખ 25 ના રોજ ગોંડલથી જામકંડોરણા જતા રોડ પર આવેલ ઉમરાડી ચોકડીએ અતુલ પટેલને મળવા બોલાવ્યો હતો. બાદમાં તેના બાઈક પાછળ યુવતી બેસી ગયા બાદ થોડે દૂર જતા જ નંબર પ્લેટ વગરની સફેદ કલરની સ્વીફ્ટ કારમાં ત્રણ શખ્સો ધસી આવ્યા હતાં અને અતુલ પટેલને રોકી બોલાચાલી કરી મારમારી ગાળાગાળી કરી મોબાઇલ ફોન, રોકડા રૂપિયા લૂંટ ચલાવી હતી.
આ પણ વાંચોઃMorbi Honey Trap Case : મોરબીમાં વૃદ્ધને હનીટ્રેપનો શિકાર બનાવનાર બે મહિલા સહિત 6 ઝડપાયા
ટોળકી સામે ગુનાઓ - સમગ્ર બાબત અંગેની પોલીસ ફરિયાદ નોંધાતાં રાજકોટ રૂરલ એલ.સી.બી. પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા તે દરમિયાન બાતમીના આધારે ગોંડલ તાલુકાના શ્રીનાથગઢ ગામ પાસે વોચ ગોઠવવામાં આવતા જીતુદાન બાણીદાનભાઇ જેસાણી રાજકોટ, માધવી ઉર્ફે માહિ અજયભાઇ અગ્રાવત, અજય કિશોરભાઇ અગ્રાવત રાજકોટ, દિલસુખભાઇ અગ્રાવત રાજકોટ સહિતનાઓને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ત્યારે સમગ્ર બાબતે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે આ ઉપરાંત ઉપરોક્ત આરોપીઓ વિરુદ્ધ રાજકોટ પોલીસ મથકમાં પણ અનેક ગુનાઓ નોંધાવા પામ્યા છે. જે અંગેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે.