ETV Bharat / city

Heavy Rain In Uttarakhand: રાજકોટના 30થી વધુ યાત્રાળુઓ ફસાયાં

ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના (Heavy Rain In Uttarakhand) કારણે સમગ્ર વિસ્તારમાં પરિસ્થિતિ ગંભીર બની છે. એવામાં ચારધામની યાત્રાએ (Chardham Yatra) ગયેલા અનેક શ્રદ્ધાળુઓ ઉત્તરાખંડમાં ફસાયા હોવાની વાત સામે આવી રહી છે.

Heavy Rain In Uttarakhand: રાજકોટના 30થી વધુ યાત્રાળુઓ ફસાયાં
Heavy Rain In Uttarakhand: રાજકોટના 30થી વધુ યાત્રાળુઓ ફસાયાં
author img

By

Published : Oct 19, 2021, 1:53 PM IST

  • રાજકોટથી કેદારનાથ ગયેલાં યાત્રાળુઓ ફસાયાં
  • ઉત્તરાખંડમાં ભારે વરસાદમાં ફસાયાં યાત્રાળુઓ
  • જોકે તમામ 30 યાત્રિકો સુરક્ષિત છે

રાજકોટઃ ચારધામની યાત્રાએ (Chardham Yatra) રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના શ્રદ્ધાળુઓ ગયાં હતાં. ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના (Heavy Rain In Uttarakhand) કારણે રાજકોટના 30થી વધુ શ્રદ્ધાળુઓ ત્યાં ફસાયા હોવાની વાત સામે આવી રહી છે. જ્યારે તેમની સાથે રાજકોટ જિલ્લા કલેક્ટરે પણ ટેલિફોનિક વાતચીત કરી હતી. હાલ તમામ લોકો સુરક્ષિત જગ્યાએ હોવાનું જાણવા મળી રહ્યું છે. એવામાં રાજ્ય સરકાર દ્વારા પણ આ શ્રદ્ધાળુઓને હેમખેમ પાછા લાવવા માટેની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.

ઉત્તરાખંડમાં પરિસ્થિતિ ગંભીર

બે દિવસથી ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને પવન (Heavy Rain In Uttarakhand) કારણે ત્યાં પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે. એવામાં ત્યાં વાહન વ્યવહાર, હેલિકોપ્ટર સેવા સહિતની તમામ વસ્તુઓ હાલ બંધ છે. જેને લઇને રાજકોટથી ગયેલા યાત્રાળુઓમાંથી 30 યાત્રાળુઓ ફસાયા છે. આ યાત્રાળુના પરિવારોએ તેમની સાથે ટેલીફોનિક સંપર્કમાં છે અને સુરક્ષિત હોવાનું પરિવારજનોને જણાવી રહ્યાં છે.

કેદારનાથમાં ફસાયાં રાજકોટના ઉદ્યોગપતિ

રાજુ એન્જિનિયરિંગના ચેરમેનના પરિવાર સહિત રાજકોટના 30 જેટલા યાત્રાળુ ઉત્તરાખંડ ફસાયા છે. રાજકોટના ઉદ્યોગપતિ રાજુભાઈના રાજકોટમાં રહેતા ભાઈ મુકેશભાઇએ જણાવ્યું હતું કે, 12 તારીખે રાજુ દોશી અને તેમના પત્ની સહિત 14થી 15 લોકો ચારધામની યાત્રાએ નીકળ્યા હતાં. બે દિવસ પહેલા તેઓ કેદારનાથ પહોંચ્યાં હતાં. ભારે વરસાદ (Heavy Rain In Uttarakhand) આવતા ત્યાં વાહનવ્યવહાર સહિતની સેવાઓ બંધ થઈ છે. આજે સવારે રાજુભાઇ સાથે મારે વાત થઇ હતી. અત્યારે ત્યાં વાતાવરણ થોડું સારું છે. ભારે હિમ વર્ષાની બુધવાર સુધી આગાહી છે અને વાહન વ્યવહાર પણ ઠપ છે.

કલેક્ટરે રાજકોટના યાત્રાળુઓ સાથે ટેલિફોન વાતચીત કરી

ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના (Heavy Rain In Uttarakhand) કારણે ગુજરાતના અનેક યાત્રાળુઓ ત્યાં ફસાયા છે. એવામાં રાજકોટના પણ 30થી વધુ શ્રદ્ધાળુઓ હાલ ઉત્તરાખંડના અલગ અલગ વિસ્તારમાં ફસાયા છે જેને લઇને રાજકોટ જિલ્લા કલેકટર (Rajkot District Collector) મહેશ અરુણબાબુએ રાજકોટના શ્રદ્ધાળુઓ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી તેમજ આ તમામ લોકો સુરક્ષિત હોવાનું કલેક્ટરે જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ ઉત્તરાખંડ પ્રવાસે ગયેલા અનેક ગુજરાતીઓ ભારે વરસાદને કારણે ફસાયા, મુખ્યપ્રધાન એક્શનમાં આવ્યા

આ પણ વાંચોઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અધ્યાપક ભરતી મામલે ગાંધીનગરની ટીમ કરી રહી છે તપાસ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.