ETV Bharat / city

દેશને કોરોનામુક્ત કરવા રાજકોટના આરોગ્યકર્મીઓ કોરોના દર્દીઓની સેવામાં કાર્યરત

દેશને કોરોનામુક્ત કરવા માટે આરોગ્ય કર્મચારીઓ દિવસ રાત મહેનત કરી રહ્યા છે. રાજકોટ કોવિડ-19 હોસ્પિટલના ડોક્ટરો-નર્સ અને લેબ ટેક્નિશિયનન સહિતના તમામ આરોગ્ય કર્મીઓ માર્ચથી રાજકોટમાં આવેલી પ્રથમ કોવિડ-19ના દર્દીથી લઈને આજ દીન સુધી કોવિડ-19ના દર્દીઓની સારવારમાં કાર્યરત છે.

દેશને કોરોનામુક્ત કરવા રાજકોટના આરોગ્ય કર્મીઓ કોરોના દર્દીઓની સેવામાં કાર્યરત

author img

By

Published : Nov 3, 2020, 7:41 PM IST

  • રાજકોટમાં પણ જીવની જોખમે ડોક્ટરો કરી રહ્યા છે કોરોનાની તપાસ
  • દર્દીના સેમ્પલ લેતી વખતે ડોક્ટરો કોેટલીક વાર ગભરાઈ જતા હોય છે
  • રાજકોટમાં કોવિડ હોસ્પિટલના ડોક્ટર પણ થયા હતા કોરોના સંક્રમિત
  • સારવાર બાદ ફરી જોશથી ડોક્ટર કરી રહ્યા છે કોરોના દર્દીની સારવાર

રાજકોટઃ શૂરવીરોની જેમ આરોગ્ય કર્મીઓ દરેક કોરોના દર્દીઓની સારવાર માટે તત્પર હોય છે. આવા જ કોરોના સંક્રમિત થવાના જોખમને અનુભવી ચૂકેલા અને 7 દિવસ સુધી આઈસોલેશન વોર્ડમાં સારવાર લઈ ચૂકેલા એક અન્ય ડો. ચિરાગ તાવિયાડ પોતાના અનુભવ વિશે જણાવે છે કે, કોરોના દર્દીઓને નાક અને મોમાંથી સેમ્પલ લેતી વખતે તેઓ અન્ય દર્દીઓને જોઈ ઘણીવાર ગભરાઈ જતા હોય છે. તેઓને સાંત્વના સાથે તેઓના તથા તેમના પરિવારની સુરક્ષા માટે ટેસ્ટની મહત્ત્વતા વિશે સમજણ આપવાની સાથે તેઓને ટેસ્ટ વખતે ખાંસી કે છીંક ન ખાવા બાબતે સમજાવવા છતાં આવું ક્યારેક બની જતું હોવાથી કાર્યરત ડોક્ટરોને સંક્રમણનો ભય રહે છે. હું પોતે સંક્રમિત થવા છતાં સારવાર લઈને સ્વસ્થ થયા બાદ ફરી કોવિડ-19ના આ સંક્રમણમાં અમારી ફરજની મહત્ત્વતાને ધ્યાને લઈને ફરી બેવડા જોશ સાથે કાર્યરત રહ્યો છું. મારામાં લોકોને કોરોનામુક્ત કરવાનું ઝૂનૂન અને ઉત્સાહ હજુ ઓસર્યો નથી.

દેશને કોરોનામુક્ત કરવા રાજકોટના આરોગ્ય કર્મીઓ કોરોના દર્દીઓની સેવામાં કાર્યરત
દેશને કોરોનામુક્ત કરવા રાજકોટના આરોગ્ય કર્મીઓ કોરોના દર્દીઓની સેવામાં કાર્યરત
પીપીઈ કિટ, એન-95 માસ્ક સહિત તમામ તકેદારીઓ છતા થાય છે સંક્રમણરાજકોટ પીડીયુ સ્થિત કોવિડ-19 હોસ્પિટલના પહેલાં કોરોના સંક્રમિત દર્દીથી આજ સુધી કાર્યરત એવા સેમ્પલ કલેક્શનના કામ સાથે જોડાયેલા યુવા રેસિડેન્ટ ડો. કિરના ધામેચા જણાવે છે કે, તેઓ છેલ્લા 2 વર્ષથી હોસ્પિટલમાં કાર્યરત છે. આ મહામારીમાં જીવનું જોખમ છતાં દેશબાંધવોના સ્વાસ્થ્યની સુખાકારી માટે અમારી ફરજ તેઓની રક્ષા કરવાની છે. કોરોના દર્દીઓનો સેમ્પલ લેતા વખતે એક વખત દર્દીઓને ખાંસી કે છીંક, ઉબકા આવતા હોય છે. આ સમયે પીપીઈ કિટ, એન-95 માસ્ક, ફેસ શિલ્ડ તથા ગ્લવ્ઝ સહિત તમામ તકેદારી છતા અમને પણ કોરોના સંક્રમિત થવાની સંભાવના વધી જાય છે. આમ, છતાં ફરજને શિરોધાર્ય કરી આ કામગીરી નિભાવવામાં આવે છે. ડો. મનીષ મહેતા, ડો. સેજલ મિસ્ત્રી અને ડો. પરેશ ખાવડુના સતત માર્ગદર્શન અને પ્રોત્સાહનને કારણે અમારુ કોવિડ-19ના દર્દીઓની સારવાર કરી તેઓને સ્વાસ્થ્ય પ્રદાન કરી હસતા ચહેરે સ્વગૃહે પરત મોકલવાનું કાર્ય અવીરત ઉત્સાહભેર ચાલુ જ છે.

કોરોના સેમ્પલને ખાસ થ્રિ-લેયર સુરક્ષા સાથે કરાય છે પેકિંગ પીડીયુ ખાતે એમએસનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ રેસિડેન્ટ ડોકટર તરીકે અને હાલ કોરોના સેમ્પલ કલેક્શનના જોખમી કાર્ય સાથે સંકળાયેલા ડો. વિશ્વા ચોક્સી કોરોના સેમ્પલ લેવાની જોખમી પ્રક્રિયાને વર્ણવતા કહે છે કે, RTPCR ટેસ્ટ પહેલા દર્દીની તમામ વિગતોને નિયત ફોર્મમાં નોંધી સૌ પ્રથમ દર્દીનો રેપીડ ટેસ્ટ કરાય છે. તેમાં પોઝિટીવ હોવાના લક્ષણ જણાય દર્દીના નાક અને મોમાંથી સોફ્ટ સ્ટિક વડે સેમ્પલ લઈ તેમને ખાસ એરટાઈટ બોક્સમાં મૂકવામાં આવે છે. આ સેમ્પલમાંથી કોરોનાના વાયરસ વાતાવરણમાં ફેલાય તો અન્ય કર્મચારીઓને સંક્રમિત થવાનું સો ટકા જોખમ રહે છે. આથી જ સેમ્પલને ખાસ થ્રિ-લેયર સુરક્ષા સાથે પેકિંગ કરવામાં આવે છે. ત્યારબાદ સલામતીના તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખી માઈક્રો લેબમાં મોકલવામાં આવે છે. જ્યાંથી પ્રોસેસ બાદ 24 કલાકની અવધિમાં કોરોના ટેસ્ટનું પરિણામ મળે છે. કોવિડ-19 સંક્રમણના જીવના જોખમ છતાં મક્કમ મનોબળ અને કોરોનાને દેશવટો આપવા હિંમતભેર કાર્યરત તમામ ડોક્ટરો એક સૂરે એક જ વાત લોકોને કહે છે કે તેઓ કોરોના દર્દીઓની સારવાર માટે હરહમેશ તત્પર છે, પરંતુ લોકોએ પણ તેઓના તથા તેમના પરિવારના આરોગ્યની બાબતે સચેત બની ભીડવાળી જગ્યાએ ન જવા, બહાર જતી વખતે માસ્ક વડે અવશ્ય મોને ઢાંકી રાખવા સાથે સતત હાથ સાબુથી ધોવા, પ્રતિદિન નિયમિત યોગ, પ્રાણાયામ, નાસ તથા રોગપ્રતિકારક શક્તિ વધારવા સુપોષિત આહાર અને આયુર્વેદિક ઉકાળા અને દવાઓનો પ્રયોગ કરવો જોઈએ. આમ છતાં કોરોનાના પ્રાથમિક લક્ષણો જણાય તો તરત નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરી કોરોના ટેસ્ટ કરાવવો જોઈએ. આખરે તો “ટેસ્ટ ઈઝ બેસ્ટ”.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.