પત્નીને કહ્યું હતું કે આપના જીવનમાં ધારાસભા પદ નથી : વિજય રૂપાણી - વિજય રૂપાણીનું સન્માન
રાજકોટ ખાતે વિજય રૂપાણી(Vijay rupani) રાજ્ય માટે કરેલા વિવિધ વિકાસના કાર્યોને લઈને સન્માન કર્યું હતું. મુખ્યપ્રધાનના પદ પરથી રાજીનામું આપ્યા બાદ વિજય રૂપાણી છેલ્લા ઘણા સમયથી તેમના હોમટાઉન રાજકોટની મુલાકાતે છે, ત્યારે રાજકોટ ખાતે કાલાવડ રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે હોલમાં પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો હતો.
- આદેશ આપવામાં આવ્યો ત્યારે મેં ઘડીના છઠ્ઠા ભાગમાં રાજીનામું આપી દીધુંઃ વિજય રૂપાણી
- પત્નીને કહ્યું હતું કે આપના જીવનમાં ધારાસભાનુ પદ નથી : વિજય રૂપાણી
- રાજ્યમાં કરેલા વિવિધ વિકાસના કાર્યોને લઈને વિજય રૂપાણીનું સન્માન
રાજકોટઃ મુખ્યપ્રધાનના પદ પરથી રાજીનામું આપ્યા બાદ વિજય રૂપાણી છેલ્લા ઘણા સમયથી તેમના હોમટાઉન રાજકોટની મુલાકાતે છે. ત્યારે રાજકોટ ખાતે કાલાવડ રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે હોલમાં પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજકોટના વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને વિજય રૂપાણીએ રાજકોટ તેમજ રાજ્ય માટે કરેલા વિવિધ વિકાસના કાર્યોને લઈને તેમનું સન્માન કર્યું હતું. જ્યારે કાર્યક્રમમાં કર્ણાટકના પૂર્વ ગર્વનર વજુભાઇ વાળા તેમજ હાલના શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી સહિતના દિગગજ આ કાર્યક્રમ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે રૂપાણીએ કાર્યક્રમ દરમિયાન ભાવનાત્મક સંબોધન કર્યું હતું.
આપના જીવનમાં ધારાસભા પદ નથી
પુર્વ મુખ્યપ્રધાન(Former Chief Minister) વિજય રૂપાણીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, મેં કોઈ દિવસ સ્વપ્નમાં પણ વિચાર્યું નહોતું કે હું મુખ્યપ્રધાન બનીશ. જ્યારે હું રાજકોટમાં વજુભાઇ જ્યારે ચૂંટણી લડત ત્યારે તેમનો ડમી ઉમેદવાર તરીકે રહેતો. તેમજ તેમની ચૂંટણી લડવાની તમામ જવાબદારી મારા પર હતી. એ સમયે મેં મારી પત્ની અંજુ પણ કહ્યું હતું કે, આપણ જીવનમાં ધારાસભા પદ પણ નથી એટલે આપણે આ વિષયને જ બંધ કરી દેવાનો છે. તેમજ આપણે સંગઠનમાં જ જે પાર્ટી જવાબદારી સોંપે તે સંગઠનના કાર્યકર્તાઓ સાથે રહીને કામ કરવાનું છે.
મેં કોઈ પણ પદ માટે મેં ક્યારેય કાલાવેલા નથી કર્યા
પૂર્વ મુખ્યપ્રધાન રૂપાણીએ જણાવ્યું હતું કે, મેં કોઈ દિવસ પદ માટે ક્યારેક પણ કલાવેલા કર્યા નથી. મારુ શુ એમ પણ મેં કોઈ દિવસ કીધું નથી. જ્યારે મને જે કામ સોંપ્યું તે મેં કર્યું છે. તેમજ જ્યારે મને આદેશ આપવામાં આવ્યો ત્યારે મેં ઘડીના છઠ્ઠા ભાગમાં રાજીનામું આપી દીધું છે. મેં ક્યારેય પાછળ ફરીને જોયું નથી અને છોડ્યા પછી પણ એ બાજુ મેં જોયું નથી અને આપણે એટલા માટે કામ નથી કરતા. પરંતુ ભારત આત્મનિર્ભર બને તે દિશામાં આગળ વધીએ છીએ.
આ પણ વાંચોઃ વિધાનસભાની ચૂંટણીની પુર્વ તૈયારીઓ શરૂ, રાજકોટમાં ભાજપ દ્વારા વોર્ડ વાઇઝ પ્રથમ કાર્યાલય ખુલ્યું મુકાયું
આ પણ વાંચોઃ વિજય રૂપાણીની દીકરીએ કરી ભાવુક પોસ્ટ, સોશિયલ મીડિયા પર થઈ વાઇરલ