ETV Bharat / city

Gujarat Board Exam 2021 : રાજકોટના વિદ્યાર્થીઓ નિરાશ, કહ્યું ' અમારી સાથે અન્યાય થયો ' - મહેનતુ વિદ્યાર્થીઓને અન્યાય

રાજ્ય સરકાર દ્વારા મંગળવારના રોજ Gujarat Board Exam 2021 માટેની તારીખોની સત્તાવાર જાહેરાત કરાઈ હતી. જેના બીજા દિવસે બુધવારે કોર કમિટીની બેઠકમાં 12th board exam 2021 રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. hsc board exam 2021 રદ્દ થતા ETV Bharat દ્વારા રાજકોટના વિદ્યાર્થીઓનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો.

Gujarat Board Exam 2021
Gujarat Board Exam 2021
author img

By

Published : Jun 2, 2021, 3:57 PM IST

  • રાજકોટમાં 12th board exam ને લઈને વિદ્યાર્થીઓએ આપ્યો અભિપ્રાય
  • મહેનતુ વિદ્યાર્થીઓને તેમની સાથે અન્યાય થયો હોવાની લાગણી વ્યક્ત કરી
  • સરકારનો આ નિર્ણય વિદ્યાર્થીઓના હિતમાં હોવાનો શાળા સંચાલકનો મત

રાજકોટ: કેન્દ્ર સરકાર દ્વારા આ વર્ષે CBSE માં ધોરણ 12ની પરીક્ષાઓ ( cbse board exam 2021 ) રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારે ગુજરાત સરકાર દ્વારા આગામી દિવસોમાં ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ માટેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો, પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા પરીક્ષાઓ રદ્દ કરવામાં આવતા હવે રાજ્ય સરકાર દ્વારા બુધવારના રોજ મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં ધોરણ 12ના તમામ પ્રવાહોની પરીક્ષાઓ હાલ નહિ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સમગ્ર મામલે રાજકોટમાં ETV Bharat દ્વારા ધોરણ 12ના વિદ્યાર્થીઓ અને શાળાના શિક્ષકો સાથે આ મામલે વાતચીત કરવામાં આવી હતી.

રાજકોટના વિદ્યાર્થીઓ નિરાશ, કહ્યું ' અમારી સાથે અન્યાય થયો '

વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય યોગ્ય : શાળા સંચાલક

રાજ્યમાં ધોરણ 12ની બોર્ડની પરીક્ષા ( 12th board exam 2021 ) નહિ યોજવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા બુધવારે જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે રાજકોટમાં ઉત્કર્ષ સ્કૂલના સંચાલકે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારનો આ નિર્ણય વિદ્યાર્થીઓના હિતમાં છે, પરંતુ સરકારે ધોરણ 12ની પરીક્ષા ( hsc board exam 2021 ) અંગે યોગ્ય રીતે વિચારવું જોઈએ. આજે આપણે જોઈએ છીએ કે, ઘણી પરીક્ષાઓ ઓનલાઈન લેવાતી હોય છે. ત્યારે સરકારે ધોરણ 12ની પરીક્ષા ઓનલાઈન લઈ શકાય તે અંગે નિર્ણય લેવો જોઈએ. જેને લઈને તેઓ દ્વારા જે તૈયારીઓ કરવામાં આવી છે. તેને યોગ્ય ન્યાય આપી શકાય.

આખું વર્ષ મહેનત કરી, હવે પરીક્ષા રદ્દ થઈ : વિદ્યાર્થીઓ

રાજ્ય સરકાર દ્વારા ધોરણ 12ની તમામ પ્રવાહોની પરીક્ષાઓ રદ્દ કરવામાં આવી છે. ત્યારે ધોરણ 12ના વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, આખું વર્ષ અમે ઓનલાઈન ભણ્યા, ત્યારબાદ ખૂબ જ મહેનત કરી જ્યારે આ અમારું કેરિયર બનાવવાનું વર્ષ છે. એવામાં રાજ્ય સરકાર દ્વારા આ પરીક્ષાઓ રદ્દ કરવામાં આવી છે. જેને લઈને અમને લાગે છે કે, આ અંગે અમારા જેવા મહેનતુ વિદ્યાર્થીઓને અન્યાય થયો છે. સરકાર દ્વારા ધોરણ 12ની પરીક્ષા અંગે યોગ્ય નિર્ણય લેવો જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.