ETV Bharat / city

અધૂરા મહિને જન્મેલા નવજાત શિશુને સ્વસ્થ કરી ગોંડલના તબીબ ખરા અર્થમાં બન્યા બાળસખા

ગોંડલ તાલુકાના ખાંડાધાર ગામની મહિલાએ અધૂરા મહિને માત્ર 800 ગ્રામ વજનના બાળકને જન્મ આપતા તેને સારવાર સાથે સંપૂર્ણ સ્વસ્થ કરી વજનદાર બનાવવો તબીબો માટે પડકાર બન્યો. જેને યુવા તબીબે આ પડકાર સ્વીકારી 40 દિવસ સારવાર આપી સંપૂર્ણ સ્વસ્થ કરી આપતા તબીબ ખરા અર્થમાં બાળસખા બન્યા હતા.

અધૂરા મહિને જન્મેલા નવજાત શિશુને સ્વસ્થ કરી ગોંડલના તબીબ ખરા અર્થમાં બન્યા બાળસખા
અધૂરા મહિને જન્મેલા નવજાત શિશુને સ્વસ્થ કરી ગોંડલના તબીબ ખરા અર્થમાં બન્યા બાળસખા
author img

By

Published : May 29, 2021, 11:16 AM IST

  • અધૂરા મહિને જન્મેલા શિશુને ગોંડલના તબીબે સ્વસ્થ કરવાનું ઝડપ્યું બીડું
  • 800 ગ્રામ વજન સાથે જન્મેલા શિશુની કરવામાં આવી 40 દિવસ સારવાર
  • નવજાત શિશુને બાળસખા યોજના હેઠળ આપવામાં આવી સારવાર

રાજકોટ: જિલ્લાના ગોંડલ તાલુકાના ખાંડાધાર ગામે રહેતા મીનાબા સંજયસિંહ રાઠોડ ઉંમર વર્ષ 30એ અધૂરા મહિને માત્ર 800 ગ્રામના બાળકને જન્મ આપતા તેની સારવાર કરવી તબીબો માટે પડકારરૂપ બની હતી.

અધૂરા મહિને જન્મેલા નવજાત શિશુને સ્વસ્થ કરી ગોંડલના તબીબ ખરા અર્થમાં બન્યા બાળસખા
અધૂરા મહિને જન્મેલા નવજાત શિશુને સ્વસ્થ કરી ગોંડલના તબીબ ખરા અર્થમાં બન્યા બાળસખા

આ પણ વાંચોઃ કર્ણાટકઃ એક પગમાં 9 આંગળીઓ સાથે થયો બાળકનો જન્મ

ડીસ્ચાર્જ સમયે નવજાત શિશુનું વજન 1 કિલો અને 700 ગ્રામ વજન થયુ

આ પડકારને ક્રિષ્ના મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલના તબીબ ડો. કુલદીપ ગજેરા (MBBS , DCH, નિયોનેટલોજીસ્ટ)એ ઝીલ્યો હતો. વેન્ટિલેટર, વોર્ઝર, સિપેપ વગેરે મશીનથી સારવાર કરી સતત ચાલીસ દિવસ સુધી કોરોના કાળમાં પણ નજર રાખી બાળકને તંદુરસ્ત કરતા ડીસ્ચાર્જ સમયે નવજાત શિશુનું વજન 1 કિલો અને 700 ગ્રામ વજન થઇ ગયું હતું, જેના પરિણામે દંપતીના જીવનમાં કિલકિલાટ જોવા મળ્યો હતો.

ક્રિષ્ના મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલના તબીબે સખત મહેનત કરી

એપ્રિલ-મે મહિના દરમિયાન કોરોના અતિ વિકટ બન્યો હતો અને કોઈપણ દવાખાનામાં ઉભુ રહેવાની પણ જગ્યા મળતી ન હતી. ત્યારે ક્રિષ્ના મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલના તબીબે સખત મહેનત કરી, તેને વેન્ટિલેટર રૂમમાં રાખવામાં આવ્યો હતો. આ બાળકને બાળસખા યોજના હેઠળ સારવાર આપી ખરા અર્થમાં તબીબી સેવા બજાવી હતી.

આ પણ વાંચોઃ મુંબઇના થાણેમાં રેલવે કર્મીએ બાળકનો જીવ બચાવ્યો, રેલવે પ્રધાને કરી પ્રશંસા

નવજાત શિશુને રોજિંદા એકથી બે ML દૂધ પીવડાવવાનું શરૂ કરવામાં આવ્યું

માત્ર 800 ગ્રામના નવજાત શિશુને રોજિંદા એકથી બે ML દૂધ પીવડાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું. બાદમાં ધીમે-ધીમે તેમાં વધારો કરાયો હતો. વાટકી ચમચીથી દૂધ પીવડાવવાની સાથે છેલ્લે તેને માતાનું દૂધ પીવડાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું. આ તકે મીડિયા સાથે વાત કરતા તબીબે જણાવ્યું હતું કે, ગર્ભવતી મહિલાઓએ નિયમિત પણે તેમનું ચેક અપ કરાવવું જોઇએ અને કોઈપણ તકલીફ અંગે તબીબની સલાહ મુજબ ચાલવું જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.