રાજકોટ: ગોંડલમાં આવેલ ભુવનેશ્વરી માતાજીના મંદિરોનો 20 મેં થી પાટોત્સવ શરૂ (Bhuvaneshwari Devi Patotsav 2022) થવાનો છે. ગોંડલની મધ્યમાં ભુવનેશ્વરી માતાજીનું પ્રાચીન મંદિર એકમાત્ર પીઠસ્થાન છે. આ પીઠસ્થાન મંદિર 1946 માં આચાર્ય ચરણતીર્થજી મહારાજ દ્વારા બનાવવામાં આવ્યું છે. આ મંદિર ભારતમાં દેવી ભુવનેશ્વરી માતાના અત્યંત દુર્લભ મંદિરો (Rare Temple In Gujarat) પૈકીનું એક છે. એક મંદિર ગુજરાતના ગોંડલમાં (Bhuvaneshwari Devi Temple in Gondal) આવેલું છે અને બીજું ઓરિસ્સાની રાજધાની ભુવનેશ્વરમાં આવેલું છે. આ પીઠસ્થાન વર્ષ 1946 માં આચાર્ય ચરણતીર્થજી મહારાજએ બનાવ્યું હતું અને ગોંડલના એચ.એચ. મહારાજા સાહેબ દેવી ભુવનેશ્વરી માતાની મૂર્તિની પ્રતિષ્ઠા સમારોહના મુખ્ય યજમાન હતા.
આ પણ વાંચો: કરવા ચોથઃ પતિના દિર્ઘાયુષ્ય માટે સ્ત્રીઓ કરે છે નકોરડો ઉપવાસ
શાસ્ત્રોમાં ઉલ્લેખ: મંદિર ટ્રસ્ટ ઘણી બધી સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને ભોજનાલય, ગૌશાળા અને તહેવારની ઉજવણી જેવી સુવિધા સાથે સંકળાયેલું છે. ‘દેવી ભાગવત’ વગેરે દેવીશક્તિ સંબંધી પુરાણોને આધારે કહી શકાય કે, માતા ભુવનેશ્વરી ઇન્દ્રાણી, વૈષ્ણવી, બ્રહ્માણી, કૌમારી, નારસિંહી, વારાહી, માહેશ્વરી અને ભૈરવી રૂપે 8 પ્રકારની છે. ભુવનેશ્વરી તંત્રશાસ્ત્રની દસ મહાવિદ્યાઓ પૈકી એક છે. ત્રણેય ભુવનોનું સર્જન-સંચાલન મહાદેવી ભુવનેશ્વરી કરે છે. સમગ્ર સૃષ્ટિનાં સર્વ ઐશ્વર્યોની તે અધિષ્ઠાત્રી દેવી છે. અંતરિક્ષના મણિદ્વીપમાં તેનો નિવાસ છે.
તડામાર તૈયારીઓ: સૌરાષ્ટ્રના ગોંડલની ભુવનેશ્વરીપીઠ તરીકે પ્રખ્યાત છે. એમાં માતા ભુવનેશ્વરીની મૂર્તિ પ્રતિષ્ઠિત કરાઈ છે. ગોંડલનું ભુવનેશ્વરીપીઠ સંકુલ અનેક સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સેવા-પ્રવૃત્તિઓથી ધમધમે છે. એની ખ્યાતિ વિદેશોમાં પણ પ્રસરી છે. મંદિરના આ પાટોત્સવને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. ખાસ કરીને ભાવિકોને દર્શન માટે કોઈ મુશ્કેલી ન પડે એવા પ્રકારનું આયોજન થઈ રહ્યું છે. આ પ્રસંગે આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો દર્શનનો લાભ લેશે.
આ પણ વાંચો : Destination Wedding At Somnath: હવે સોમનાથમાં મહાદેવની સાક્ષીએ કરી શકાશે લગ્ન, સોમનાથ ટ્રસ્ટે શરૂ કરી યોજના
વૈશાખ સુદ પાંચમનો પવિત્ર દિવસ: મહાદેવી ભુવનેશ્વરીની મૂર્તિનું સ્વરૂપ રત્નજડિત કંકણ, મુક્તાહાર, વિવિધ રત્નોથી જડેલી કંચુકી, અંબોડે સુગંધી ફૂલ વગેરેથી તે ઝળહળે છે. એમના ચાર હાથમાં પાશ, અંકુશ, વરદમુદ્રા અને અભયમુદ્રા છે. સૌંદર્યના ભંડાર સમી દેવી તો કરુણામયી છે. તે અનેક દાસીઓ, સખીઓ અને દેવાંગનાઓથી ઘેરાયેલી છે. વૈશાખ વદ પાંચમના દિવસે માતા ભુવનેશ્વરીદેવીના પાટોત્સવામાં ભાગ લેવા માટે ભાવિકો દેશ વિદેશથી આવે છે. પાંચમથી નોમ સુધી આ ઉત્સવ ઉજવવામાં આવે છે.
મહાદેવનું પણ પૂજન: આ દિવસે માતાજીની મહાપૂજા સાથે સત ચંડી મહાયજ્ઞનું આયોજન થતું હોય છે. ભુવનેશ્વરી સાથે સ્ત્રી ભવનેશ્વર મહાદેવ પણ મંદિરમાં બિરાજમાન છે, ત્યારે ભવનેશ્વર મહાદેવનો પાટોત્સવ મહા વદ 14 ના દિવસે સંપન્ન થાય છે, ત્યારે આ પ્રસંગે માતાજી ચિંતામણી ગણપતિ પુલે તેમજ પુનેશ્વર મહાદેવનું પૂજન થાય છે અને હોમાત્મક લઘુરુદ્ર કરાય છે. જેમાં ગોંડલના મહારજના વંશજો આમાં મુખ્ય યજમાન ગણવામા આવે છે.