ETV Bharat / city

રાજ્યના પ્રથમ કોરોના પોઝિટિવ દર્દીએ શરૂ કરી નિઃશુલ્ક પાણીની સેવા - રાજકોટનો નદીમ સેવિંગીયા

સમગ્ર ગુજરાતમાં પ્રથમ કોરોના પોઝિટિવ દર્દી રાજકોટનો નદીમ સેવિંગીયા આજે શહેરની સિવિલ હોસ્પિટલ બહાર સારવાર લેવા આવેલા દર્દીઓને તેમજ તેમના સગાઓને નિઃશુલ્ક પાણી આપે છે. આ સાથે તેઓ, સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા આવતા દર્દીઓને આશ્વાસન આપીને કહી રહ્યો છે કે, કોરોનાથી ડરવાની જરૂર નથી માત્ર સાવચેતીથી કોરોનાને હરાવી શકાય છે.

પ્રથમ કોરોના પોઝિટિવ દર્દી
પ્રથમ કોરોના પોઝિટિવ દર્દી
author img

By

Published : Apr 19, 2021, 2:23 PM IST

Updated : Apr 19, 2021, 8:30 PM IST

  • ગુજરાતનો પ્રથમ કોરોના પોઝિટિવ દર્દી નદીમ સેવિંગીયાની સરાહનીય કામગીરી
  • નદીમે હાલ, કોરોના દર્દીઓના સ્વજનો માટે નિશુલ્ક પાણીની સેવા શરૂ કરી
  • કોરોનાથી ડરવાની જરૂર નથી માત્ર સાવચેતીથી કોરોનાને હરાવી શકાય છે: નદીમ

રાજકોટઃ દેશમાં કોરોનાની પ્રથમ લહેરમાં રાજકોટના નદીમ નામના યુવકને ગુજરાતમાં પ્રથમ પોઝિટિવ કોરોનાનો કેસ આવ્યો હતો. ત્યારે, આ યુવકને 17 દિવસ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે રાખવામાં આવ્યો હતો. ત્યારે, તેના પરિવારને પણ હોમ ક્વોરોટાઇન કરવામાં આવ્યો હતો. હાલ, કોરોનાની બીજી લહેરમાં પરિસ્થિતિએ ખુબજ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. આથી. આ યુવાન પણ કોરોના દર્દીઓના સ્વજનો માટે નિશુલ્ક પાણીની સેવા શરૂ કરી રહ્યો છે. નદીમ રાજકોટ સિવિલ હોસ્પિટલ બહાર સારવાર લેવા આવેલા દર્દીઓને તેમજ તેમના સગાઓને નિઃશુલ્ક પાણી આપે છે.

રાજ્યના પ્રથમ કોરોના પોઝિટિવ દર્દીએ શરૂ કરી નિઃશુલ્ક પાણીની સેવા

આ પણ વાંચો: રાજકોટ રામભરોસે, અંતિમવિધિ માટે એક સાથે અનેક મૃતદેહો ભેગા રાખવા પડ્યા

કોરોનાની બીજી લહેર ખૂબ ભયંકર: નદીમ

નદીમ સાથે ETV ભારતે વાતચીત કરી ત્યારે તેને જણાવ્યું કે, કોરોનાની પ્રથમ લહેરમાં જે પ્રકારના કેસ સામે આવ્યા હતા તેના કરતાં હાલ પરિસ્થિતિ ખૂબ જ ગંભીર જોવા મળી રહી છે. હું દર્દીઓના સગાઓને માત્ર એક જ અપીલ કરું છું કે, સાવચેતી રાખે અને પોતાના ઘરમાં જ રહે. પોઝિટિવ દર્દી રસ્તા ઉપર ફરે નહીં અને પોતાને હોમ ક્વોરોટાઇન રાખે. તેમજ, ડૉક્ટરની સલાહ મુજબ સારવાર લે. હાલ નદીમ પોતાના મિત્રો સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલ બહાર દર્દીઓ તેમજ દર્દીઓના સગાને નિઃશુલ્ક પાણીની સેવા આપી રહ્યો છે. તેમજ, દર્દીઓને પણ અપીલ કરી રહ્યો છે કે, કોરોનાથી ડરવાની જરૂર નથી માત્ર સાવચેતી જરૂરી છે.

પ્રથમ કોરોના પોઝિટિવ દર્દી
કોરોનાથી ડરવાની જરૂર નથી માત્ર સાવચેતીથી કોરોનાને હરાવી શકાય છે: નદીમ

આ પણ વાંચો: રાજકોટમાં કોરોનાની સારવાર માટે કુલ 3,051 બેડ કાર્યરત

સેવા સાથે નદીમ દર્દીઓના સ્વજનોને કરી રહ્યો છે અપીલ

સમગ્ર રાજ્યમાં રાજકોટના નદીમ નામના યુવકને પ્રથમ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો હતો. તે સાઉદી અરેબિયાના પ્રવાસથી રાજકોટ ખાતે આવ્યો હતો. ત્યારબાદ, તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બાદ 17 દિવસ સુધી તેની સારવાર આપવામાં આવી હતી. જ્યારે, તેના પરિવારને રાજકોટના પથિકાશ્રમમાં ક્વોરોટાઇન કરવામાં આવ્યા હતા. આ દરમિયાન, નદીમ તેમજ તેના પરિવારના સભ્યો પણ ખૂબ જ ચિંતિત હતા. તેમજ તેમની માનસિક સ્થિતિ પણ બગડી ગઈ હતી. ત્યારે, હવે તેઓ સંપૂર્ણ સ્વસ્થ છે. નદીમ ના પરિવારના સભ્યો અને પોતાના મિત્રોની મદદથી આજે સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા આવતા દર્દીઓને પાણી સાથે આશ્વાસન આપી રહ્યાં છે. તેમજ કહી રહ્યો છે કે, કોરોનાથી ડરવાની જરૂર નથી માત્ર સાવચેતીથી કોરોનાને હરાવી શકાય છે.

પ્રથમ કોરોના પોઝિટિવ દર્દી
નદીમે હાલ, કોરોના દર્દીઓના સ્વજનો માટે નિશુલ્ક પાણીની સેવા શરૂ કરી

Last Updated : Apr 19, 2021, 8:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.