- પૂર્વ મુખ્યપ્રધાન રુપાણીએ ઉજવ્યું બેસતું વર્ષ
- રાજકોટમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો
- સ્વામીનારાયણ મંદિરે અન્નકૂટ મહોત્સવમાં હાજર રહ્યાં
રાજકોટઃ પૂર્વ મુખ્યપ્રધાન વિજય રુપાણીએ ( Former CM Rupani ) આજે વિક્રમ સંવત 2078ના બેસતાં વર્ષના દિવસે ગુજરાતવાસીઓને નવા વર્ષની શુભેચ્છાઓ પણ પાઠવી હતી. કાર્યક્રમ દરમિયાન રૂપાણી સાથે કર્ણાટકના પૂર્વ ગર્વનર વજુભાઇ વાળા પણ હાજર રહ્યાં હતાં અને બન્ને મહાનુભાવો દ્વારા સ્વામિનારાયણ ભગવાનની આરતી ઉતારવામાં આવી હતી.ે ત્યારબાદ તમામ લોકીને શુભેચ્છાઓ પાઠવી હતી.
અન્નકૂટ મહોત્સવ ધાર્મિક એકતાનું પ્રતીક: રૂપાણી
રાજકોટના BAPS મંદિર ખાતે યોજાયેલ ભવ્ય અન્નકૂટ મહોત્સવમાં ( Annakut Mahotsav ) હાજરી આપી ભગવાનના દર્શન કર્યા બાદ રૂપાણીએ ( Former CM Rupani ) મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અન્નકૂટ મહોત્સવ એ ધાર્મિક અને એકતાનું પ્રતીક છે. કારણકે ચોમાસુ પૂર્ણ થાય અને નવો પાક આવે. શરીરને ટકાવવા માટે આજે સમગ્ર દુનિયામાં નોનવેજ સામે વેજીટેરિયનની મુવમેન્ટ ચાલી રહી છે ત્યારે આ અન્નકૂટ મહોત્સવ એ વેજીટેરિયન મૂવમેન્ટનો એક ભાગ છે. જ્યારે આજે આપણે આટલા બધા વેજીટેરિયન પકવાનો બનાવી રહ્યાં છીએ ત્યારે નોનવેજની આવશ્યકતા નથી. તેમજ જીવ હિંસાની પણ જરૂર નથી.
વિશ્વભરમાં વેજિટેરિયનનો સંદેશ
રૂપાણીએ ( Former CM Rupani ) વધુમાં જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં સ્વામિનારાયણ મંદિર ખાતે આજે અન્નકૂટ ( Annakut Mahotsav ) મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે રાજકોટમાં પણ BASP મંદિર ખાતે આજે અન્નકૂટ મહોત્સવ યોજાયો હતો. આ પ્રકારના મહોત્સવના કારણે વિશ્વભરમાં વેજિટેરિયનનો સંદેશો જઈ રહ્યો છે.
આ પણ વાંચોઃ Happy new year: અમદાવાદમાં નવા વર્ષના પ્રથમ દિવસે જ મંદિરોમાં ભક્તો ભગવાનના દર્શનાર્થે ઉમટ્યા
આ પણ વાંચોઃ આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત બને તેવી કામગીરી સાથે શુભેચ્છાઓ: CM ભૂપેન્દ્ર પટેલ