ETV Bharat / city

રાજકોટઃ મોતથી બચવા ગયા હોસ્પિટલમાં અને ત્યાં જ ભેટ્યા મોતને, આગે લીધા 5 જીવ

રાજકોટની શિવાનંદ કોવિડ હોસ્પિટલના ICU વિભાગમાં ગુરુવારે મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી. જેમાં 5 દર્દીઓના મોત થયા છે.

મં
મં
author img

By

Published : Nov 27, 2020, 11:20 AM IST

Updated : Nov 27, 2020, 12:08 PM IST

રાજકોટઃ રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલના આઈસીયુ વિભાગમાં મોડી રાત્રે આગ લાગી હતી. જે હોસ્પિટલમાં કુલ 33 દર્દીઓ સારવાર હેઠળ હતાં. જેમાં આઈસીયુમાં 11 દર્દીઓ હતા. આ દુર્ઘટનામાં કુલ 5 દર્દીઓના મોત થયા છે.

ICU વિભાગમાં 11 દર્દીઓ સારવાર હેઠળ હતાં

ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલના ICU વિભાગમાં ભીષણ આગ લાગી હતી. કોવિડ હોસ્પિટલ હોવાથી ICU માં કુલ 11 દર્દીઓ સારવાર હેઠળ હતાં. જેમાંથી કુલ 5 દર્દીઓના મોત થયા છે. હોસ્પિટલમાં કુલ 33 દર્દીઓ દાખલ હતાં. આગ લાગતાં જ આ ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરતાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

આગ પર મેળવાયો કાબુ

આગનું સ્વરુપ ખુબ વિકરાળ હોવાથી તેની લપેટમાં આવી કેટલાય દર્દીઓ દાઝી ગયા છે. જ્યારે ઘાયલ દર્દીઓને સારવાર માટે અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. આગની ઘટના બાદ શિવાનંદ હોસ્પિટલમાં દાખલ તમામ દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

આ પણ વાંચો અમદાવાદ: નવરંગપુરાની શ્રેય કોવિડ હોસ્પિટલમાં ભીષણ આગથી 8 દર્દીના મોત

અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં આગ લાગતા 8 દર્દીના મોત થયા હતાં. જે હોસ્પિટલમાં 49 જેટલા કોરોનાના દર્દીઓ સારવાર લઇ રહ્યાં હતાં. આ આગ રાત્રે 3:00 વાગે લાગી હતી અને 4.20 એ બુઝાવામાં આવી હતી. આ આગમાં 5 પુરુષ, ત્રણ મહિલાના મોત થયાં હતા અને એક મેડિકલ પેરામેડીકલ સ્ટાફ પણઇજાગ્રસ્ત થયા છે.

આ પણ વાંચો: જી.જી. હોસ્પિટલ અગ્નિકાંડ: તમામ 9 દર્દીઓનું રેસ્ક્યૂ કરાયું, દર્દીના પરિજને કરી ETV Bharat સાથે વાત

જામનગરની જી.જી. હોસ્પિટલના ICU વિભાગમાં આગ લાગી હતી. આઈસીયુમાં સારવાર લઈ રહેલા તમામ 9 દર્દીઓને અન્ય સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા. જોકે, ફાયર ફાઇટરની પાંચ ગાડીઓની મદદથી આગ પર કાબૂ મેળવાયો હતો.

Last Updated : Nov 27, 2020, 12:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.