ETV Bharat / city

રાજકોટમાં સ્ટાઈપેન્ડ અને યોગ્ય પોસ્ટ મુદ્દે પદ્મકુંવરબા હોસ્પિટલમાં 50 તબીબે નોંધાવ્યો વિરોધ - Fifty doctors protested

રાજકોટમાં પદ્મકુંવરબા હોસ્પિટલમાં 50 તબીબે વિરોધ નોંધાવ્યો હતો. નર્સિંગ સ્ટાફ, તબીબી શિક્ષકો બાદ હવે બાળરોગ અને સ્ત્રી રોગના નિષ્ણાંત 50 જેટલા તબીબો પોતાની બે મુખ્ય માંગણીઓ સ્ટાઈપેન્ડ અને યોગ્ય પોસ્ટ મુદ્દે વિરોધના ભાગરૂપે હડતાલ પર ઉતરી આવ્યા હતા.

હોસ્પિટલમાં 50 તબીબે નોંધાવ્યો વિરોધ
હોસ્પિટલમાં 50 તબીબે નોંધાવ્યો વિરોધ
author img

By

Published : May 21, 2021, 10:05 AM IST

  • હોસ્પિટલમાં 50 તબીબે નોંધાવ્યો વિરોધ
  • બે મુખ્ય માંગણીઓ મુદ્દે વિરોધ
  • સિવિલમાં ફરજ બજાવે તેને 80 હજાર આપવામાં આવે છે

રાજકોટ: જિલ્લામાં સ્ટાઈપેન્ડ અને યોગ્ય પોસ્ટ મુદ્દે પદ્મકુંવરબા હોસ્પિટલમાં 50 તબીબે બે મુખ્ય માંગણીને લઇ તેઓ વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધમાં અલગ-અલગ જિલ્લામાંથી બાળરોગ અને સ્ત્રી રોગના નિષ્ણાંત તબીબો જોડાયા હતા. હજી અમારી માંગણી સંતોષવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. નર્સિંગ સ્ટાફ, તબીબી શિક્ષકો બાદ હવે બાળરોગ અને સ્ત્રી રોગના નિષ્ણાંત 50 જેટલા તબીબો પોતાની બે મુખ્ય માંગણીઓ સ્ટાઈપેન્ડ અને યોગ્ય પોસ્ટ મુદ્દે વિરોધના ભાગરૂપે હડતાલ પર ઉતરી આવ્યા હતા.

બે મુખ્ય માંગણીઓ મુદ્દે વિરોધ
બે મુખ્ય માંગણીઓ મુદ્દે વિરોધ

આ પણ વાંચો: રાજ્યમાં મેડિકલની તમામ હળતાલો પૂર્ણ, રાજ્ય સરકારે તમામ માગ સ્વીકારી

વિરોધ માટે પરમિશન ન હોવાથી પોલીસે તમામ ડોક્ટરોની કરી અટકાયત

સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 15 માસથી કામ કરી રહ્યા છીએ. CPS ડોક્ટરોને અન્યાય કરવામાં આવી રહ્યો છે. શહેરના ગુંદાવાડી બજાર વિસ્તારમાં આવેલી પદ્મકુંવરબા હોસ્પિટલ ખાતે બાળ રોગ અને સ્ત્રી રોગના નિષ્ણાંત 50 જેટલા તબીબો સાથે મળી વિરોધ નોંધાવી હડતાલ પર ઉતરી આવ્યા હતા. આ સમયે તેઓ પોતાના હાથમાં બેનર લઇ વિરોધ નોંધાવી રહ્યા હતા. જેમાં 'સમાન અભ્યાસ, સમાન કામ, સમાન વેતન' અને 'અમારી માંગણી પુરી કરો' ના સૂત્રો લખવામાં આવ્યા હતા. જો કે ધરણા કે વિરોધ માટે પરમિશન ન હોવાથી પોલીસે તમામ ડોક્ટરોની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી.

CPS ડોક્ટરોને અન્યાય

CPS ડોક્ટરોને અન્યાય કરવામાં આવી રહ્યો છે. અમે સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 15 માસથી કામ કરી રહ્યા છીએ. જેમાં અંદાજીત 8,50,000 જેટલી ડીલીવરી, 2,50,000 જેટલી OPD,18,000 નવજાત બાળકોના એડમિશન અને 0-18 વર્ષ સુધીના 15 હજાર બાળકોના એડમિશન કર્યા છે. તેમાંય આવા કોરોનાના કપરા સંજોગોમાં પણ પોતાના પરિવાર વૃદ્ધ માતા-પિતા તથા નાના બાળકોની ચિંતા કર્યા વગર પણ કોરોના વોર્ડમાં સંપુર્ણ નિષ્ઠાથી ફરજ બજાવેલી છે.

આ પણ વાંચો: વડોદરાની SSG હોસ્પિટલમાં દર્દીનું ઓપરેશન, ડોક્ટરો હડતાલ પર

તમામ ડોક્ટરોને 25 હજારનું સ્ટાઈપેન્ડ

હાલ તમામ ડોક્ટરોને 25 હજારનું સ્ટાઈપેન્ડ આપવામાં આવે છે. જે સિવિલમાં ફરજ બજાવે તેને 80 હજાર આપવામાં આવે છે અને અભ્યાસ પૂરો થયા બાદ મેડિકલ ઓફિસરના બદલે યોગ્ય પોસ્ટ આપવામાં આવે, તો સિવિલ હોસ્પિટલમાં તેઓ દર્દીને આ જ રીતે વધુ સારી સારવાર આપી શકશે. આ બે મુખ્ય માંગણીને લઇ તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.