ETV Bharat / city

ચિંતા ન કરશો, વાવાઝોડાને કારણે હોસ્પિટલોમાં લાઈટ જશે તો આ રહ્યો સરકારનો એક્શન પ્લાનઃ ઉર્જા પ્રધાને આપી માહિતી - tauktae storm

તૌકેત વાવાઝોડાને લઈને તંત્ર એલર્ટ છે ત્યારે રાજ્યના ઉર્જા પ્રધાન સૌરભ પટેલ દ્વારા રાજકોટમાં પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. વાવાઝોડા દરમિયાન વીજપુરવઠા અંગે પત્રકાર પરિષદ યોજી લોકોએ આ પરિસ્થિતિ કેવી રીતે કામ કરવું તેના પર માહિતી આપી હતી. વિજવિક્ષેપ અટકાવવા માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે જેમાં ક્યા પ્રકારની કામગીરી થઈ રહી છે અને તમામ તૈયારીઓ ક્યારે પૂર્ણ થશે આ અંગે માહિતી આપવામાં આવી હતી.

Saurabh Patel
સરકારનો એક્શન પ્લાન
author img

By

Published : May 16, 2021, 2:00 PM IST

  • PGVCLની 291 ડિપાર્ટમેન્ટલ અને 294 કોન્ટ્રાકટરની ટીમ તૈનાત
  • પાણી ભરાતા સબ સ્ટેશનોમાં વોટર પંપ તૈયાર
  • વીજવિક્ષેપ અટકાવવા ટ્રાન્સફોર્મરનું વોટર પ્રૂફિંગ

રાજકોટઃ ઊર્જા પ્રધાન સૌરભ ભાઈ પટેલે પત્રકાર પરિષદ કરી જણાવ્યું હતું કે, વાવાઝોડાને ધ્યાનમાં રાખી તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે, સૌરાષ્ટ્ર - કચ્છના 12 જીલ્લાઓમાં કાર્યરત 391 કોરોના હોસ્પિટલમાં વીજ પુરવઠો કાયમ રહે તે માટે તકેદારીના પગલાં લેવાયા, 41 ઑક્સિજન પ્લાન્ટમાં વીજ વિક્ષેપ ઊભો ન થાય તે માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. PGVCLની 291 ડિપાર્ટમેન્ટલ અને 294 કોન્ટ્રાકટરની ટીમ તૈનાત કરી વેરાવળ, સોમનાથ, ઉના, મહુવા, દ્વારકા, ખંભાળિયા, નલિયા, ગાંધીધામ અને મુન્દ્રા ખાતે રો મટીરીયલ પહોંચાડવામાં આવી રહ્યું છે. થાંભલા 1 લાખ નંગ, કંડકટર 25,000 કિમી, ટ્રાન્સફોર્મર 20,000 નંગ, LT કેબલ 400કિમી , જરૂરી ફેબ્રીકેશન આઈટમ મોકલવાનું શરૂ કરવામાં આવ્યું છે.

  • તૌકતેની અસરને પહોંચી વળવા શું છે એક્શન પ્લાન

જેટકો દ્વારા વિજવિક્ષેપ અટકાવવા માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. વાવઝોડા માટે કમિટીની રચના પણ કરવામાં આવી છે જેથી વીજ લાઈન માટે મટીરીયલની તૈયારી, પાણી ભરાતા સબ સ્ટેશનોમાં વોટર પંપ તૈયાર રાખવામાં આવ્યા છે તેમજ વીજવિક્ષેપ અટકાવવા ટ્રાન્સફોર્મરનું વોટર પ્રૂફિંગની કામગીરી કરવામાં આવી છે. કોવિડ હોસ્પિટલમાં બે ફીડરમાંથી પાવર આપવામાં આવશે, ડીજી સેટ લગાવવામાં આવી રહ્યો છે. આજ સાંજ સુધીમાં તે પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવશે.

તૌકતે વાવાઝોડા બાબતે રાજ્ય સરકારની કેવી છે તૈયારીઓ જુઓ અમારો આ અહેવાલ

ગુજરાત પર તૌકતે વાવાઝોડાનો સંકટ મંડરાઇ રહ્યું છે જેને અનુસંધાને હાલની સ્થિતિ અને આ વાવાઝોડાના સામના માટેની રાજ્ય સરકારની સજ્જતાની તૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા માટે આજે શનિવારે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. સમગ્ર વહીવટીતંત્રને યુદ્ધના ધોરણે સજ્જ થઈ આ આવનારી આફતને પહોંચી વળવા આગોતરૂ આયોજન કરવા માર્ગદર્શન આપ્યું હતું.

  • NDRFની 24 ટીમ ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં તૈનાત

ગુજરાત પર આવી રહેલા સંભવિત વાવાઝોડા તૌકતેની હાલની સ્થિતિ અને આ વાવાઝોડાના સામના માટેની રાજ્ય સરકારની સજ્જતાની સંપૂર્ણ તૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા માટે આજે શનિવારે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. રાજ્યના દરિયા કિનારાના જિલ્લાઓમાં આ સંભવિત વાવાઝોડાની આફતનો ખતરો તોળાઇ રહ્યો છે ત્યારે સમગ્ર વહીવટીતંત્રને યુદ્ધના ધોરણે સજ્જ થઈ આ આવનારી આફતને પહોંચી વળવા આગોતરૂ આયોજન કરવા માર્ગદર્શન આપ્યું હતું. તેમજ સંબંધિત જિલ્લાઓએ કરેલી વ્યવસ્થાઓની માહિતી મેળવી હતી.

  • કોવિડ દર્દી માટે પણ ખાસ વ્યવસ્થા

કોવિડ-19ની પ્રવર્તમાન પરિસ્થિતિ ધ્યાને લઈને રાજ્યના દરિયાકાંઠાના જિલ્લાઓ જ્યાં આ વાવાઝોડાની અસર થઈ શકે છે તે જિલ્લાઓમાં સરકારી અને ખાનગી કોવિડ હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા ગંભીર દર્દીઓ માટે વિશેષ વ્યવસ્થાઓ કરવાની સૂચનાઓ આપી છે. એટલું જ નહી ગમે તે સંજોગોમાં ઓક્સિજનનો પૂરવઠો અને બીજી જરૂરી સારવાર વ્યવસ્થાઓ સતત જળવાઇ રહે તે માટે આ જિલ્લાના કલેક્ટરોને તાકીદ કરી છે. કોવિડ-19ની પ્રવર્તમાન સ્થિતિમાં કોવિડ દર્દીઓ અને સંક્રમિતોને સારવાર મળી રહે, તેમાં કોઇ રૂકાવટ ન થાય સાથોસાથ આ સંભવિત વાવાઝોડાની સ્થિતિનો પણ મક્કમતાથી સામનો કરી શકીએ તેવું આયોજન છે.

  • રાજ્યની તમામ હોસ્પિટલ DG સેટ તૈયાર રાખે: મુખ્યપ્રધાન રૂપાણી

રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યની તમામ હોસ્પિટલોમાં DG સેટ તૈયાર રાખવાની સૂચનાઓ આપી છે. જેથી વીજપૂરવઠો ખોરવાય તો પણ કોવિડ-19ના દર્દીઓને સારવારમાં કોઇ તકલીફ પડે નહી. ઓક્સિજન અને વેન્ટિલેટર ઉપર સારવાર લઈ રહેલા તમામ દર્દીઓ સુરક્ષિત રહે અને જરૂરી જણાય તો તેમને નજીકના જિલ્લાની કોવિડ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવે તેવું નક્કી કર્યું છે. એડવાન્સ લાઇફ સર્પોટ સિસ્ટમ સાથેની એમ્બ્યુલન્સ અને ICU એમ્બ્યુલન્સ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાંથી શિફ્ટ કરીને જામનગર, રાજકોટ, કચ્છ અને જૂનાગઢમાં સ્ટેન્ડબાય રાખવામાં આવશે.

  • મુખ્યપ્રધાનના સૂચન

ભારે પવન અને વાવાઝોડાની અસરના કારણે દરેક સરકારી અને ખાનગી કોવિડ હોસ્પિટલોમાં બારી, બારણાં, કાચ કે ટેમ્પરરી સ્ટ્રક્ચરને નુકસાન ન પહોંચે તે રીતે વિન્ડ પ્રૂફિંગ કરવાની સૂચના આપી છે. ઊંચી ઇમારતોના થઈ રહેલા બાંધકામ તેમજ ભયજનક હોડિંગ્સ ભારે પવનને કારણે પડી ન જાય તે માટે સૌરાષ્ટ્રની તમામ મ્યુનિસિપાલીટીના ઇજનેરોને ધ્યાન રાખવા સૂચવ્યું છે તેમ મુખ્યપ્રધાને જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.