રાજકોટ: આ વિરોધ પ્રદર્શનમાં રાજકોટ ડિવિઝનના 200 કરતાં વધારે રેલ કર્મચારીઓએ એકઠાં થયાં હતાં અને રેલવેના ખાનગીકરણ સામે જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતાં. કર્મચારીઓની માગ છે કે રેલવેનું ખાનગીકરણ બંધ કરવામાં આવે તેમ જ જૂની પેન્શન સ્કીમ લાગુ કરવામાં આવે. આ માગણી સ્વીકારવામાંં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
રેલવે ખાનગીકરણ મામલે રાજકોટ વેસ્ટર્ન રેલવેના કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું - રેલવે ખાનગીકરણ
કેન્દ્ર સરકાર દ્વારા રેલવે ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે. જેને લઇ દેશમાં આજે રેલવેના વિવિધ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. રાજકોટ રેલવે ડિવિઝન ખાતે પણ વેસ્ટન રેલવે યુનિયન દ્વારા આજે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કર્મચારીઓ દ્વારા હાથમાં બેનર સાથે ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યાં હતાં અને અને પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.
રેલવે ખાનગીકરણ મામલે રાજકોટ વેસ્ટર્ન રેલવેના કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું