ETV Bharat / city

રાજકોટમાં ફરી ભૂકંપનો આંચકો, કોઈ જાનહાનિ નહીં - Richter scale

રાજકોટમાં શુક્રવારે બપોરના 1.25 વાગ્યાની આસપાસ ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આ ભૂકંપના આંચકાની તીવ્રતા 2ની હોવાનું હાલ પ્રાથમિક વિગતમાં બહાર આવ્યું છે. જ્યારે ભૂકંપનું કેન્દ્રબિંદુ રાજકોટથી 27 કિલોમીટર દૂર નોંધાયું છે.

રાજકોટમાં ફરી ભૂકંપનો આંચકો
રાજકોટમાં ફરી ભૂકંપનો આંચકો
author img

By

Published : Oct 16, 2020, 3:59 PM IST

રાજકોટઃ જિલ્લામાં શુક્રવારે બપોરના 1.25 વાગ્યાની આસપાસ ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો છે. થોડા દિવસો પહેલા પણ રાજકોટ સહિત સોરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં હળવા ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા. ત્યારે ફરી શુક્રવારે રાજકોટમાં ભૂકંપના આંચકો અનુભવાયો હતો, જેની તીવ્રતા 2ની હોવાનું હાલ પ્રાથમિક વિગતમાં બહાર આવ્યું છે. જ્યારે ભૂકંપનું કેન્દ્રબિંદુ રાજકોટથી 27 કિલોમીટર દૂર નોંધાયું છે.

જો કે, ભૂકંપના આંચકાને લઈને હજુ સુધી કોઈ મોટી નુકસાની કે જાનહાનિ સર્જાઈ નહી હોવાનું પણ જાણવા મળ્યું છે. ત્યારે અગાઉ પણ 16 જુલાઈએ રાજકોટમાં 4.8ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. તેમજ રાજકોટમાં 10 ફેબ્રુઆરીએ 2.4 રિક્ટર સ્કેલનો ભૂકંપ નોંધાયો હતો. ઉલ્લેખનીય છે કે, રાજકોટ સહિતના જિલ્લામાં ભૂકંપના આંચકા હવે વધી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.