ETV Bharat / city

Drunk Policeman: રાજકોટમાં નશામાં ધૂત પોલીસ કર્મીએ ઈંડાની લારીમાં કરી તોડફોડ - નશામાં ધૂત પોલીસકર્મી

રાજકોટના 80 ફૂટ રોડ ઉપર એક પોલીસ કર્મીએ નશાની હાલતમાં ઈંડાની લારીઓમાં તોડફોડ કરીને (drunken policeman vandalized egg truck) વિસ્તારમાં ધમાલ મચાવતો હોવાનો(drunk policeman video went viral) વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ (The video went viral on social media) થયો હતો, ત્યારબાદ આ મામલે ઈંડાની લારી ધારક દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા નશામાં ધૂત પોલીસકર્મી વિરુદ્ધ રાજકોટ થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

Drunk Policeman: રાજકોટમાં નશામાં ધૂત પોલીસ કર્મીએ ઈંડાની લારીમાં કરી તોડફોડ

author img

By

Published : Dec 24, 2021, 11:22 AM IST

રાજકોટઃ રાજકોટના 80 ફૂટ રોડ ઉપર એક પોલીસકર્મીએ નશાની હાલતમાં (drun policeman video went viral) ઈંડાની લારીઓમાં તોડફોડ કરીને (drunken policeman vandalized egg truck) વિસ્તારમાં ધમાલ મચાવતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, ત્યારબાદ આ મામલે ઈંડાની લારી ધારક દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી, જ્યારે આ મામલે નશામાં ધૂત પોલીસ કર્મી વિરુદ્ધ રાજકોટ થોરાળા પોલીસ મથકમાં (Thorala Police Station Rajkot) ફરિયાદ નોંધવામાં આવી છે. આ વાયરલ થયેલા વીડિયોમાં જોઇ શકાય છે કે, નશામાં ધૂત પોલીસકર્મી બાઈક ઉપરથી પડી જાય છે, અને તે ફરીથી બાઇકને ઊભો કરી શકે તેવી હાલતમાં પણ નથી, જ્યારે આવી હાલતમાં તે વિસ્તારમાં રોફ જમાવી રહ્યો હોવાનું વિડીયોમાં સ્પષ્ટ નજરે પડી રહ્યો છે, ત્યારે આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ (The video went viral on social media) થયો છે, જેને લઇને પોલીસ તંત્રમાં દોડધામ જોવા મળી રહી છે.

રાજકોટમાં નશામાં ધૂત પોલીસ કર્મીએ ઈંડાની લારીમાં કરી તોડફોડ

પોલીસ કર્મીનું નામ પ્રલાશ પારધી હોવાનું આવ્યું સામે

શહેરના 80 ફુટ રોડ પર નશાની હાલતમાં જોવા મળેલ પોલીસકર્મીનું નામ પ્રલાશ પારઘી હોવાનું હાલ સામે આવી રહ્યું છે, જ્યારે આ પોલીસકર્મી હાલ રાજકોટ પોલીસ હેડકવાર્ટરમાં ફરજ બજાવી રહ્યો છે. પોલીસકર્મી નશાની હાલતમાં બાઈક લઈને 80 ફૂટ રોડ પર આવેલ ઈંડાની લારી ધારક સાથે બોલાચાલી કરીને તેની લારીમાં તોડફોડ કરી હતી, જ્યારે પોલીસકર્મી બાઇક પણ આ હાલતમાં ચલાવી શકે તેમ નહોતો, એવામાં તેને નશામાં ધૂત થઈને વિસ્તારમાં હંગામો મચાવ્યો હતો. જ્યારે ઈંડાની લારી ધારકે આ મામલે તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરી હતી.

મફતમાં નાસ્તો આપવાના બહાને કરી બબાલ

પ્રલાશ પારઘી નામનો પોલીસકર્મી દરરોજ શહેરના 80 ફુટના રોડ પર આવેલા ઈંડાની લારીમાં મફતમાં નાસ્તો કરતો હોવાનો લારી ધારકે આક્ષેપ કર્યો છે. ગઇકાલે પણ તે ઈંડાની લારીએ નશાની હાલતમાં નાસ્તો કરવા માટે પહોંચ્યો હતો, જ્યારે મફતમાં નાસ્તો આપવાની ઈંડાના વેપારીએ ના પાડતા તે ઉશ્કેરાયો હતો, અને નશાની હાલતમાં જ ઈંડાની લારીમાં તોડફોડ કરી હતી, અને પોલીસ કર્મીનું બાઈક પણ પડી ગયું હતું, આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જેને લઈને આ પોલીસ કર્મીઓ વિરુધ્ધ થોરાડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો:

નશામાં ધૂત પોલીસ કર્મચારીએ સગીર બાળકો સાથે કરી હતી મારઝૂડ, આખરે પોલીસે લેવી પડી ફરિયાદ

નવસારીમાં દારૂની મહેફિલ માણતી 8 મહિલાઓ સહિત 11 રંગે હાથે ઝડપાયા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.