ETV Bharat / city

School Fee Pressure in Rajkot: જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ ખાનગી સ્કૂલોને કેમ પાઠ ભણાવ્યો?

રાજકોટમાં બે ખાનગી સ્કૂલમાં ફી બાબતે વિદ્યાર્થીઓને દબાણ(Private Schools Fee Issue in Rajkot) કરી પરીક્ષામાં બેસવા દીધા ન હતા. જેથી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ(District Primary Education Officer) દંડ કર્યો અને તેમને જણાવ્યું કે વારંવાર આવું થતા સ્કૂલને રાંડ પણ કરી શકશે.

School Fee Pressure in Rajkot: જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ રાજકોટની ખાનગી સ્કૂલોને કેમ પાઠ ભણાવ્યો?

author img

By

Published : May 4, 2022, 6:26 PM IST

રાજકોટ: ફી માટે ખાનગી સ્કૂલ સંચાલકોની શિયાળવૃત્તિ જગજાહેર છે. રાજકોટમાં બે કિસ્સામાં સામે આવ્યા હતા. જેમાં વિદ્યાથીઓના વાલીઓને ફી ભરવા માટે દબાણ(School Fee Pressure in Rajkot) કરવામાં આવતું હતું. જેથી આ મામલે DPEO ડી.આર સરવડાએ સમગ્ર બાબતની ગંભીરતાને ધ્યાને લઈને શાળાઓ સામે આકરા પગલાં લીધા છે. ફી મામલે ઉઘરાણી કરતી સરદાર અને નીલરાજ સ્કૂલને DPEO(District Primary Education Officer)એ રૂપિયા 10 હજારનો દંડ ફટકાર્યો છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે જો બીજી વખત શાળા આવી ભૂલ (Private Schools Fee Issue in Rajkot)કરે તો રૂપિયા 25 હજારનો દંડ ફટકરાવાનું જણાવામાં આવ્યું હતું. જો આ ભૂલ ત્રીજી વખતમાં શાળા દ્વારા થાય તો સ્કૂલની માન્યતા રદ થઈ શકે છે.

DPEO ડી.આર સરવડા
DPEO ડી.આર સરવડા

આ પણ વાંચો: આર્યકન્યા ગુરુકુળ સ્કૂલ વિરૂદ્ધ ફી ઉઘરાણી બાબતે જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી

વિદ્યાર્થીઓ દ્વારા ફી અંગેનું દબાણ કરવા અંગે આક્ષેપ - સમગ્ર બાબતના પ્રથમ કિસ્સાની વાત કરીએ તો રાજકોટમાં મહીકા ગામની નીલરાજ સ્કૂલમાં(Nilraj School Mahika village Rajkot) ધોરણ 2થી 10ના 6 વિદ્યાર્થીઓના વાલીઓ ચેકથી ફી જમા કરવા ગયા હતા. તે છતાં શાળા સંચાલકે રોકડેથી ફી ભરવાની માંગ કરી હતી. ત્યારે આ અંગેની એક ઓડિયો કલીપ પણ સામે આવી હતી. જેમાં ખુલ્લેઆમ ફી ભરવાના વાંકે વિધાર્થીઓને ફાઈનલ પરીક્ષા નહીં આપવાનું જણાવવામાં આવે છે. જેમાં ધોરણ 10ની વિદ્યાર્થીની ડેરોત્રા ધારા, ધોરણ 6નો વિદ્યાર્થી જાદવ રીધુ, ધોરણ 3ની વિદ્યાર્થીની ડેરોત્રા વીધી, ધોરણ 2નો વિદ્યાર્થી જાદવ નૈતિક, ધોરણ 6નો વિદ્યાર્થી જાદવ પરસોતમ અને ધોરણ 10ની વિદ્યાર્થીની જાદવ વૈશાલીને ફી અંગેનું દબાણ કરવામાં આવ્યું હતું એવા વિદ્યાર્થીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા.

ભીર આક્ષેપો સાથેની રજૂઆત થતા તંત્રમાં પણ દોડધામ મચી હતી અને તંત્ર દ્વારા સમગ્ર બાબતે શાળાઓ પર એક્શન લેવામાં આવ્યા છે.

‘હું કૂવામાં પડી આપઘાત કરવા જાઉ છું’ તેવું જણાવેલ હોવાનો ઓડિયો વાયરલ - આ સાથે વધુ એક બીજા કિસ્સામાં રાજકોટ શહેરની નજીક આવેલા સાતડા ગામના(Satda Village Rajkot) રહેવાસી અનુ ચાવડા વાલીએ રાજકોટ જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને આવેદન દેવા ગયા હતા. વાલીએ સમગ્ર બાબતની રજૂઆતમાં કહ્યુ છે કે, તેમનો પુત્ર ધ્રુવ સાતડા ગામમાં આવેલી સરદાર સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરે છે. જેમાં સ્કૂલની ફી બાકી હોવાથી ફી લઈ આવવા માટે કહ્યું હતું, ત્યારે તેમને 16,000 રૂપિયાનો ચેક લખી આપ્યો હતો. જે પુત્ર સાથે મોકલાવ્યો હતો, ત્યારે ગણિતની પરીક્ષા હતી ત્યારે ચેક આપતા શાળાના સંચાલકોએ ચેક સ્વીકારવાની ના પાડી હતી. રોકડા લઈ આવવા કહ્યું હતું. પરીક્ષા પણ આપવા દીધી ન હતી. જેનું પુત્રને લાગી આવતા તેણે ‘હું કૂવામાં પડી આપઘાત કરવા જાઉ છું’ તેવું જણાવેલ હોવાનો ઓડિયો વાયરલ થયો હતો. આ ગંભીર આક્ષેપો સાથેની રજૂઆત થતા તંત્રમાં પણ દોડધામ મચી હતી અને તંત્ર દ્વારા સમગ્ર બાબતે શાળાઓ પર એક્શન લેવામાં આવ્યા છે.

આ પણ વાંચો: રાજ્યમાં દિવાળી સુધી સ્કૂલ બંધ, ફી ઉઘરાણી મુદ્દે જામનગરમાં વાલીગીરી આંદોલનની શરૂઆત કરાશે

વારંવાર ભૂલ થશે તો શાળાની માન્યતા રદ સુધીના પગલા લેવાશે - આ અંગે DEPO ડી.આર.સરડવાએ જણાવ્યું કે, કુવાડવાના સાતડાની શાળામાં ધોરણ 8ના વિદ્યાર્થીની ફી બાકી હોવાથી ગણિતનું પેપર આપવા દીધું ન હતું. જેમાં વાલીનો આક્ષેપ હતો કે ફી માટે ચેક સ્વીકારવાને બદલે રોકડા માંગ્યા હતા જે ગેરવ્યાજબી છે. જો કે શાળા સંચાલકનું નિવેદન છે કે, વાલી ચેક લઇને આવ્યા જ નથી. ત્યારે એવામાં સ્કૂલને રૂપિયા 10,000નો દંડનો આદેશ કર્યો છે. જયારે મહિકાની નીલરાજ સ્કૂલ દ્વારા પણ ફી ન ભરી હોવાથી 4 વિદ્યાર્થીને પરીક્ષા ન આપવા દેવાઈ હોવાનો ઓડિયો વાયરલ થયો હતો. તેથી તે કિસ્સામાં તપાસ બાદ તે શાળાને રૂપિયા 10,000નો દંડ કર્યો છે. આ સાથે વધુમાં જણાવાયું છે કે જો સમગ્ર બાબતે આ પ્રકારની બીજી વખત આવી ભૂલ કરવામાં આવશે તો તેમને રૂપિયા 25,000 અને ત્રીજી વખતના કિસ્સમાં શાળાની માન્યતા રદ સુધીના પગલા લેવાશે તેવું જણાવવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.