- રાજકોટમાં નર્સિંગ સ્ટાફ પગાર મુદ્દે હડતાળ પર ઉતર્યો
- NSUIના કાર્યકર્તાઓએ પણ નર્સિંગ સ્ટાફને સાથ આપ્યો
- NSUIના કાર્યકર્તાઓએ કલેક્ટરને રજૂઆત કરી, પરંતુ કલેક્ટરે રજૂઆત લેવાની ના પાડી દીધી
- કલેક્ટરે રજૂઆત લેવાની ના પાડતા NSUIના કાર્યકર્તાઓએ વિરોધ કર્યો હતો, પોલીસે અટકાયત કરી
- રાજકોટમાં નર્સિંગ સ્ટાફને 20,000ને બદલે માત્ર 12,000 રૂપિયાનો પગાર ચૂકવાતા NSUIએ વિરોધ કર્યો
રાજકોટઃ રાજકોટમાં નર્સિંગ સ્ટાફ પોતાના પગાર મુદ્દે વિરોધ કરી રહ્યા હતા. તેમને સાથ આપવા માટે NSUIના કાર્યકર્તાઓ પણ વિરોધ પ્રદર્શનમાં ઉતર્યા હતા. નર્સિંગ સ્ટાફને 20,000ને બદલે 12,000 રૂપિયાનો પગાર ચૂકવતા તેઓ વિરોધ કરી રહ્યા હતા. ડ્યુટી માટે મૌખિક 20,000 રૂપિયાના પગાર પર નર્સિંગ સ્ટાફને રાજકોટમાં ફરજ માટે રાખવામાં આવ્યા હતા, પરંતુ તેમને માત્ર 12,000 રૂપિયા પગાર ચૂકવતા તેમણે વિરોધ કર્યો હતો. NSUIના કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર કર્ચા હતા.
આ પણ વાંચો- સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે સરકારી ડૉક્ટરોએ વિવિધ પડતર પ્રશ્નો અંગે ઉગ્ર રજૂઆત કરી
નર્સિંગના વિદ્યાર્થીઓની માગ મુદ્દે NSUI દ્વારા કરાયો વિરોધ
રાજકોટમાં નર્સિંગ સ્ટાફના પગાર મુદ્દે NSUI દ્વારા સૂત્રોચાર સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. કોરોના ડ્યુટી માટે રાખેલા 500થી વધુ નર્સિંગ સ્ટાફને 20,000ને બદલે 12,000 રૂપિયા પગાર ચૂકવતા વિરોધ કરવામાં આવ્યો હતો. તેને ધ્યાનમાં રાખી નર્સિંગ સ્ટાફ હડતાળ પર ઉતર્યો હતો. NSUIએ નર્સિંગ સ્ટાફના પગાર મુદ્દે અને તેમને ન્યાય આપવા માટે કલેક્ટરને રજૂઆત કરી હતી. જોકે, તેમની રજૂઆત ન લેતા NSUIના કાર્યકર્તા વિરોધ પર ઉતરી ગયા હતા. જોકે, પોલીસે ઘટનાસ્થળે પહોંચીને NSUIના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.
આ પણ વાંચો- વડોદરા નર્સિંગ સ્ટાફ દ્વારા થાળી વાટકી વગાડી વિરોધ પ્રદર્શન
તંત્રએ નર્સિંગ સ્ટાફને પગાર મુદ્દે મૂર્ખ બનાવ્યા છેઃNSUI
નર્સિંગના વિદ્યાર્થીઓ દ્વારા તંત્ર પાસે પગારની માગણીઓ કરવામા આવી હતી. તો સિવીલ તંત્ર તરફથી વિદ્યાર્થીઓને 12,000 રૂપિયા જ આપવામા આવશે તેવું જણાવતા વિદ્યાર્થીઓ ચિંતામા મુકાયા હતા. કોરાનાની ખરાબ પરિસ્થિતિ સમયે વિદ્યાર્થીઓને લાલચ આપી અત્યારે સ્થિતી સુધરતા મુર્ખ બનાવાય હોવાનો NSUI દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. ત્યારે આજે વિદ્યાર્થીઓ ભેગા મળી સૂત્રોચાર કરી વિરોધ દર્શાવ્યો હતો. રજૂઆત કરવા સમયે NSUIને સાથે રાખી પહોંચ્યા હતા, પંરતુ પોલીસે NSUIના આગેવાનો અને તમામ વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી.