રાજકોટ : રાજકોટના ઉપલેટાની દીકરીઓએ સમાજમાં એક (Daughter Perform Father's Funeral) અનોખો સંદેશો ફેલાવ્યો છે. ઉપલેટા શહેરમાં રહેતા 61 વર્ષીય જમન મુરાણીનું અવસાન થયું હતું. ત્યારે તેઓને સંતાનમાં કોઈ દીકરો ન હોવાથી તેમની અંતિમ વિધિ એટલે કે કાંધ તેમજ અગ્નિદાહ (Daughter Perform Father's Funeral In Upleta) અવસાન પામનારની બહેન તેમજ તેમની દીકરીઓએ આપી હતી. દીકરો-દીકરી એક સમાન હોઈ છે અને દીકરીઓ પણ દીકરાઓની જેમ ઉભી રહીને માવતર પ્રત્યેની ફરજો પૂરી કરી શકે છે તે આ અનોખા કાર્ય પરથી જણાવ્યું આવ્યું હતું.
આ પણ વાંચો : Funeral of birds In Junagadh: જૂનાગઢમાં મૃતક પક્ષીઓની યોજાઈ અંતિમ વિધિ, પતંગની દોરીથી થયાં હતા મોત
બહેન અને દીકરીઓનો અનોખો સંદેશ - મળતી માહિતી અનુસાર અવસાન પામનાર જમન મુરાણીનું બીમારી સબબ અમદાવાદ ખાતે અવસાન થયું હતું. ત્યારે તેમના નિવાસ સ્થાને તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી. જેમાં કાંધ તેમની બહેન અને (Sister Performed Brother's Funeral in Upleta)દીકરીઓએ આપી હતી. સ્મશાનમાં પણ તેમને અગ્નિદાહ પણ તેમની બહેન અને દીકરીઓ દ્વારા આપવામાં આવ્યું હતું. જેમાં અવસાન પામનારની બહેન કવિતા કપુપરા (અમદાવાદ), દીકરીઓ રચના કોટડીયા (સુરત), આરતી ઉસદડીયા (જેતપુર) તેમજ જીનીયા ડોબરિયા (રાજકોટ) વાળાઓ દ્વારા અવસાન પામનારને અંતિમ વિદાય આપીને વિધિ કરવામાં આવી છે.
આ પણ વાંચો : હવે વગર વેઈટિંગે થશે અંતિમ સંસ્કાર, 10 કલાક પહેલાંથી જ તૈયાર કરી દેવાઈ છે ચિતાઓ
દીકરીઓએ વિચારોનું વાવેતર કર્યું - ઉપલેટા શહેરમાં રહેતા આ 61 વર્ષીય વ્યક્તિનું (Women Performed Last Rites in Rajkot) અવસાન થયું હતું તે, જેમાં તેમની અંતિમવિધિ તેની બહેન અને દીકરીઓ દ્વારા કરવામાં આવી હતી. આ અગાઉ પણ જ્યારે અવસાન પામનારના પિતાનું આજથી છ વર્ષ પહેલા અવસાન થયું હતું. ત્યારે અવસાન પામનાર અપંગ હોવાથી ત્યારે પણ તેમને આવી જ રીતે કાંધ આપીને તેમની પણ આવી જ રીતે અંતિમવિધિ કરવામાં આવી હતી. સમાજમાં પણ આવી રીતે દીકરીઓએ પણ પિતાના અવસાન બાદ દીકરીઓ તરીકે કાંધ આપીને સમાજમાં પણ નવા વિચારોનું વાવેતર કરીને સમાજમાં દાખલા સમાન કર્યો કરવા જોઈએ તેવું જણાઈ આવે છે.