- ઈસમો મોટા ભાગે બંધ મકાનમાં જ ચોરી કરતા
- ચોર માનતા પૂર્ણ થયા બાદ લોકો માટે જમણવાર રાખતો
- પોલીસે સોના-ચાંદી, બાઈક સહિતનો મુદ્દામાલ કર્યો કબજે
જાણો માતાજીના માનતા રાખવાવાળો ચોર કેવી રીતે ચોરી કરતો.... રાજકોટઃ આનંદ જેસીંગ સીતાપરા અને અગાઉ ઝડપાયેલા પીયૂષ વિનુભાઈ અમરેલિયા નામના ઈસમો મુખ્યત્વે હાઈફાઈ સોસાયટીમાં આવેલ બંધ બંગલામાં જ ચોરી કરતા હતા. તેમ જ તહેવાર દરમિયાન બંધ મકાનોને શિકાર બનાવતા હતા. જ્યારે ચોરી દરમિયાન પણ કમ્પાઉન્ડ વોલવાળા મકાન પસંદ કરતો હતો. જેથી આરામથી ઘરની દીવાલ કૂદીને અંદર પ્રવેશી શકે અને સહેલાઈથી ચોરી કરીને ઘરમાંથી નીકળી જાય.
જાણો માતાજીના માનતા રાખવાવાળો ચોર કેવી રીતે ચોરી કરતો.... મોટી ચોરીમાં સફળતા મળે તે માટે માતાજીની માનતા રાખતોઆનંદ જેસીંગ સીતાપરા ઉર્ફ કરોડપતિ ચોર કોઈ મોટી ચોરીમાં સફળતા મળે તે માટે માતાજીની પણ માનતા માનતો હતો. તેમ જ જો ચોરીમાં સફળતા મળે તો માતાજીની માનતા પૂર્ણ કરી મોટો જમણવાર પણ ગોઠવતો હતો. જ્યારે ચોરી બાદ ઈસમ પોતાનું ઘર પણ બદલી નાખતો હતો. મૂળ જામનગરનો હોવાનું અને છેલ્લા કેટલાય સમયથી રાજકોટમાં રહેતો હતો. જ્યારે ચોરી કર્યા બાદ પોતાના ઘર માટે હાઈફાઈ કિંમતી વસ્તુઓ ખરીદતો અને સફેદ કપડાં જ પહેરવાની ટેવ રાખતો હતો.
પિતાપુત્ર પાસેથી 15,01,000 રૂપિયાનો મુદ્દામાલ કબજેરાજકોટ ક્રાઈમ બ્રાન્ચની ટીમના માણસોને બાતમી મળી હતી કે, અગાઉ અસંખ્ય ચોરીના ગુનામાં સંડોવાયેલો આનંદ જેસિંગ સીતાપરા તથા તેનો પુત્ર હસમુખ ચોરીમાં ઉપયોગ કરેલ મોટર સાયકલ તથા ચોરીના પૈસામાંથી લીધી છે. અન્ય એક મોટરસાયકલ તથા સોના, ચાંદીનાના દાગીના અને રોકડ રૂપિયા સાથે માધાપર ચોકડી આસપાસ ફરી રહ્યા છે, જેને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમ જ ઈસમો પાસેથી સોના ચાંદીના દાગીના, બે મોટર સાયકલ, ઘડિયાળ તેમજ રોકડ સહિત કુલ 15,01,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.