રાજકોટ: રાજકોટના રૈયા રોડ (raiya road rajkot) પર જૂની આમ્રપાલી સિનેમા પાછળ શ્રીજીનગરમાં રહેતાં જાણીતા એડવોકેટ તુષાર ગોકાણીના નાના ભાઇ, પિતા, પત્ની, પિતરાઈ અને એક પાડોશી પર મહિલા ASIના પતિ સહિતની ટોળકીએ જીવલેણ હુમલો (Crime In Rajkot) કર્યો હતો. ટોળકીએ કાળા કલરની સ્કોર્પિયોમાં આવીને છરી, બેઝબોલના ધોકાથી હુમલો (Attack On Lawyer In Rajkot) કરી આતંક મચાવ્યો હતો. એટલું જ નહીં એડવોકેટના નાના ભાઈની સામે તમંચો તાકી મારી નાંખવાનો પ્રયાસ પણ કર્યો હતો.
ગાળો બોલવાની ના પાડતા મારામારી કરી- આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે, જેમાં પોલીસે રાત્રીના સમયે જ મુખ્ય આરોપી સહિત 4ની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, મહિલા ASI (Women ASI Rajkot)ના પુત્રને ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા તેણે ધમાલ મચાવી હતી. આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે રૈયા રોડ જૂની આમ્રપાલી સિનેમા (amrapali cinema rajkot) પાછળ આવેલી શ્રીજીનગર શેરીમાં બન્યો હતો. રામેશ્વર મહાદેવ મંદિર સામે રહેતા શહેરના જાણીતા એડવોકેટ રીપન મહેશકુમાર ગોકાણીની ફરિયાદ પરથી પ્રસિદ્ધ માઢક, જસ્મીન માઢક અને બીજા 6થી 7 શખ્સો સામે રાયોટીંગ, હત્યાની કોશિષ, ધાડ અને તમંચો બતાવી મારી નાંખવાની ધમકી આપવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. 4 આરોપીઓને રાતોરાત ક્રાઇમ બ્રાંચે રેસકોર્ષ રીંગ રોડ (race course ring road rajkot) પરથી દબોચી લીધા છે.
છરી અને બેઝબોલ વડે હુમલો કર્યો- ગઇકાલે રાત્રીના સાડા દસેક વાગ્યે એડવોકેટ તુષાર ગોકાણીના ઘરે હુમલો થયાની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. છરી અને ધોકાથી હુમલો થયો કરવામાં આવ્યો હતો. ઘાયલ થયેલા એડવોકેટ તુષાર ગોકાણીના પિતા મહેશભાઇ ગોકાણી, ભાઇ રિપન ગોકાણી, તુષાર ગોકાણીના પત્ની હેતલ ગોકાણી, રીપન ગોકાણીના પડોશી મનન હેમાંગ જાની અને પિત્રાઇ ગૌરાંગ પ્રફુલભાઇ ગોકાણીને સિવિલ હોસ્પિટલ (Civil Hospital Rajkot)માં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂએ ગાંધીગ્રામ પોલીસમાં એન્ટ્રી નોંધાવી હતી.
પોલીસે આરોપીઓની ધરપકડ કરી- પ્રાથમિક પૂછપરછમાં પોતાના પર પ્રસિદ્ધ માઢક, જસ્મીન માઢક અને અજાણ્યાએ કાળી સ્કોર્પીયોમાં આવી ઝઘડો કરી છરી, ધોકા, ધારીયાથી હુમલો કર્યાનું જણાવ્યું હતું. ગાંધીગ્રામ પોલીસ મથક (gandhigram police station rajkot)ના PI જે. ડી. ઝાલાએ એડવોકેટ રીપન ગોકાણીની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો હતો. બીજી તરફ ક્રાઇમ બ્રાંચની ટીમે જસ્મીન બાલાશંકરભાઇ માઢક, તેની સાથેના ભૂપત લીંબાભાઇ બાંભવા, ભાવીન બહાદુરસિંહ દેવડા અને જસ્મીનના સગીર પુત્રને રેસકોર્ષ રીંગ રોડ પરથી સકંજામાં લઇ લીધા હતા.
આ પણ વાંચો: Upleta double murder case: ઉપલેટામાં થયેલા ડબલ મર્ડર મામલે પોલીસે બે વ્યક્તિઓની ધરપકડ કરી
ઢીકાપાટુ અને બેઝબોલથી માર માર્યો- રીપનભાઇ ગોકાણીએ જણાવ્યું હતું કે, પાડોશી શાંતિભાઇ જોષીનો ભાણેજ પ્રસિદ્ધ માઢક ફોનમાં જોર જોરથી ગાળો બોલતો હોઇ મેં તેને ગાળો બોલવાની ના પાડતાં તે એકદમ ઉશ્કેરાઇ ગયો હતો અને ‘તું ઊભો રહે, હું હમણા આવું છું' તેમ કહી ફોનમાં વાત કરતો કરતો શેરીના ખૂણા પર જઇ ઊભો રહી ગયો હતો. થોડીવાર બાદ એક કાળા કલરની સ્કોર્પીયો આવી હતી. તેમાંથી પ્રસિદ્ધ માઢકના પિતા જસ્મીન માઢક તથા બીજા 6-7 શખ્સો હાથમાં બેઝબોલના ધોકા, છરી, ધારીયા સાથે નીચે ઉતર્યા હતાં. અમે કંઇ બોલીએ, સમજીએ એ પહેલા જ આ લોકોએ ગાળો દઇ ઢીકાપાટુ અને બેઝબોલથી ફટકાર્યા હતા.
તમંચો તાક્યો, છરીથી હુમલો કર્યો- વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હુમલાખોરો પૈકી એક શખ્સના હાથમાં છરી હતી. તેણે મારાપેટમાં જમણી તરફ પડખા પાસે ઘા કરતાં હું ખસી જતાં મને ઘા લાગ્યો નહોતો. જસ્મીન માઢકે તેના પેન્ટના નેફામાંથી તમંચો કાઢી મારી સામે તાંક્યો હતો. શેરીમાં પડેલા વાહનમાં હથીયાર ફટકારી તોડફોડ કરી હતી. ભારે દેકારો થતાં શેરીના બધા રહેવાસીઓ બહાર નીકળી ભેગા થઇ જતાં આ બધા શખ્સો ભાગી ગયા હતાં.