ETV Bharat / city

Controversial statement by Vaghani: વાઘાણીએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન, કોંગ્રેસ અને AAPએ લીધા આડેહાથ

રાજ્યના શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીના વિવાદાસ્પદ નિવેદન (Controversial statement by Vaghani)ને લઇને તેમની આકરી ટીકા થઈ રહી છે. તેમણે જેમને ગુજરાતમાં ન ગમતું હોય તો જે દેશ રાજ્યમાં ગમતું હોય ત્યાં સર્ટિફિકેટો લઇને જવાનું નિવેદન આપ્યું હતું. આપ અને કોંગ્રેસે જીતુ વાઘાણીના આ નિવેદનને વખોડી કાઢ્યું છે.

વાઘાણીએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન
વાઘાણીએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન
author img

By

Published : Apr 6, 2022, 10:43 PM IST

Updated : Apr 7, 2022, 9:14 AM IST

અમદાવાદ: રાજકોટમાં રાજ્યના શિક્ષણપ્રધાન જીતુ વાઘણીનું વિવાદાસ્પદ નિવેદન (Controversial statement by Vaghani) સામે આવ્યું છે. જીતુ વાઘાણીએ દિલ્હીની શિક્ષણનીતિ (Delhi's education policy)ને લઈને આડકતરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે, છોકરાના સર્ટિફિકેટ લઈને જે દેશ-રાજ્ય સારું લાગતું હોય ત્યાં જતાં રહેવું જોઈએ.

છોકરાના સર્ટિફિકેટ લઈને જે દેશ-રાજ્ય સારું લાગતું હોય ત્યાં જતાં રહેવું જોઈએ.

જીતુ વાઘાણીની જીભ લપસી હતી- ગુજરાતના શિક્ષણ મુદ્દે શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ કહ્યું કે, જે લોકો અહિયાં ભણ્યા, ધંધો કર્યો તેમને હવે બીજું સારું લાગે છે. જેમને બીજું સારું લાગતું હોય (Education In Gujarat) એમણે જતાં રહેવું જોઈએ કે નહીં? ગુજરાતમાં આજે શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ ફૂલબજાર અને શાળા નં-16નાં નવનિર્મિત બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું હતું. આ વેળાએ સંબોધન કરતા જીતુ વાઘાણીની જીભ લપસી હતી અને તેમણે કહ્યું હતું કે, ગુજરાત સરકાર શિક્ષણ માટે ખૂબ કામ કરી રહી છે. છતાં જે લોકોને અહીં શિક્ષણ સારું ન લાગતું હોય તો સંતાનોનાં સર્ટિફિકેટ લઈ, જે દેશ-રાજ્ય સારું લાગે ત્યાં જતાં રહે.

આ પણ વાંચો: Gujarat Cabinet Meeting: 15 દિવસમાં બજેટના નાણા રિલીઝ કરવા સૂચના, માલધારી સમાજ સાથે CM કરશે બેઠક

વિદ્યાર્થીઓ અને વાલીઓની મજાક કરી-આ મુદ્દે AAPના નેતા ઇસુદાન ગઢવીએ કહ્યું કે, શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીનો શિક્ષણ વ્યવસ્થાને લઈને વિવાદિત વિડીયો સાંભળ્યો. ખુબ જ દુઃખ થાય એવું એમનું નિવેદન છે. જીતુભાઇએ નર્સરીથી માંડીને કોલજ સુધીના વિધાર્થીઓ (Students In Gujarat) અને એમના વાલીઓની મજાક કરી એમનું અપમાન કર્યું છે. તેમણે ગરીબ અને મધ્યમ વર્ગના વાલીઓ કે જેઓ ખાનગીશાળામાં બાળકોને ભણાવી નથી શકતા તેમને આજ વ્યવસ્થામાં ભણવું હોય તો ભણો, નહીં તો ગુજરાત છોડી દો આવું અપમાન ભર્યું નિવેદન કર્યું છે.

વાલીઓ અને વિદ્યાર્થીની માફી માંગે- ઇસુદાન ગઢવીએ વધુમાં કહ્યું કે, તેઓએ પહેલા વાલીઓ અને વિધાર્થીઓની માફી મંગાવી જોઈએ. અમે વિધાર્થીઓ અને વાલીઓનું અપમાન કરતા જીતુભાઈના આ નિવેદનને વખોડીએ છીએ. શિક્ષણપ્રધાન (Education Minister Of Gujarat) વિધાર્થીઓ અને વાલીઓની માફી માંગે.

આ પણ વાંચો: પેપરલીક અને પરીક્ષામાં ગેરરીતિ બંને વચ્ચે ફેર: જીતુ વાઘાણી

શિક્ષણ વ્યવસ્થા સુધારવાની જવાબદારીમાં નિષ્ફળ- તો કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોષી જીતુ વાઘાણી પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, ગુજરાતના શિક્ષણમંત્રીશ્રીએ જે પ્રકારનું બેજવાબદારીભર્યું નિવેદન કર્યું છે કે, રાજ્યની શિક્ષણ વ્યવસ્થા (Gujarat Education System) સામે જે કોઇને વાંધો હોય તો તેઓ ગુજરાત છોડી શકે છે. મને એમ લાગે છે કે શિક્ષણ વ્યવસ્થા સુધારવા માટેની તમે તમારી જવાબદારી નિભાવવામાં નિષ્ફળ ગયા હોય એ સ્પષ્ટ દેખાય છે. ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને કઇ રીતે સુધારવી અને આગળ લઇ જવી તેના સૂચનો તમારે તમામ વિભાગમાંથી લેવા જોઇએ. તમારે સામેથી બોલાવવા જોઇએ. ઉલટાનું તમે કોઇ વ્યક્તિ સૂચન કરે તો તેને એમ કહો છે કે ગુજરાત છોડી દેવું જોઇએ!

Last Updated : Apr 7, 2022, 9:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.