ETV Bharat / city

સીએમ રૂપાણીનાં દારૂબંધીના નિવેદન પર કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ આપી પ્રતિક્રિયા - Alcohol ban in state

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના દારૂબંધીનાં નિવેદન અંગે ગુજરાત કોંગ્રેસનાં પ્રવક્તા મનીષ દોશીએ પ્રતિક્રિયા આપી હતી. મનીષ દોશીએ મુખ્યપ્રધાન વિજય રૂપાણી પર શાબ્દિક પ્રહારો કરતાં કહ્યું કે, મુખ્યપ્રધાન પાસે માહિતીનો અભાવ છે. ગૃહ વિભાગ જે તેમની પાસે છે તે જ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે.

મનીષ દોશી
મનીષ દોશી
author img

By

Published : Jan 1, 2021, 5:24 PM IST

  • કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ આપી પ્રતિક્રિયા
  • મનીષ દોશીએ કહ્યું, મુખ્યપ્રધાન પાસે છે માહિતીનો અભાવ
  • સીએમ રૂપાણીનાં દારૂબંધીના નિવેદન અંગે મનીષ દોશીની પ્રતિક્રિયા

રાજકોટ: રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના દારૂબંધીનાં નિવેદન અંગે ગુજરાત કોંગ્રેસનાં પ્રવક્તા મનીષ દોશીએ પ્રતિક્રિયા આપી હતી. મનીષ દોશીએ મુખ્યપ્રધાન વિજય રૂપાણી પર શાબ્દિક પ્રહારો કરતાં કહ્યું કે, મુખ્યપ્રધાન પાસે માહિતીનો અભાવ છે. ગૃહ વિભાગ જે તેમની પાસે છે તે જ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે. વધુમાં મનીષ દોશીએ કહ્યું કે, ભાજપ સરકાર અને સ્વર્ણીમ સંકુલમાં બેઠેલા લોકોની મીઠી નજર હેઠળ જ દારૂ ઠલવાઈ રહ્યો છે.

સીએમ રૂપાણીનાં દારૂબંધીના નિવેદન પર કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ આપી પ્રતિક્રિયા

'ગુજરાતમાં રોજનો કરોડો રૂપિયાનો દારૂ ઠલવાી રહ્યો છે'

કોંગ્રેસનાં પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે, ગુજરાતમાં રોજનો કરોડો રૂપિયાનો દારૂ ઠલવાઈ રહ્યો છે. ભાજપ સરકાર અને સ્વર્ણીમ સંકુલમાં બેઠેલા લોકોની મીઠી નજર હેઠળ જ રાજ્યમાં દારૂ ઠલવાઈ રહ્યો છે તે જવાબદારી પૂર્વક કહું છું. સાથે જ નર્મદા જિલ્લાનાં પોલીસ વડાએ પણ પત્ર લખીને કહેવું પડ્યું હતું કે, દારૂનાં ખેપિયાઓને પોલીસ પાયલોટિંગ આપીને હેરાફેરી કરાવી રહી છે. જ્યારે તાજેતરમાં જ ભાજપથી નારાજ થયેલા સાંસદ મનસુખ વસાવાએ તો ગુજરાતમાં દારૂની પોટલીઓ અને ઠેર ઠેર દારૂનાં ટેન્કર ઠલવાઇ રહ્યા હોવાનું નિવેદન આપ્યું હોવાનું મનિષ દોશીએ આરોપ લગાવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.