ETV Bharat / city

કોંગ્રેસે રાજકોટ માટે જાહેર કરી 22 ઉમેદવારોની યાદી, માત્ર 1 સિનિયર સિટીઝનને ટિકિટ અપાઈ - indian national congress

21મી ફેબ્રુઆરીનાં રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાંથી ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં રાજકોટ શહેરમાં જાહેર કરાયેલી 22 ઉમેદવારોની યાદીમાં 11 નવા ઉમેદવારોને સ્થાન અપાયું છે. જ્યારે 10 ઉમેદવારોને રિપિટ કરવામાં આવ્યા છે. આ વખતે કોંગ્રેસ દ્વારા 60થી વધુ ઉંમર ધરાવતા માત્ર એક ઉમેદવારને ટિકિટ આપી છે.

કોંગ્રેસે રાજકોટ માટે જાહેર કરી 22 ઉમેદવારોની યાદી, માત્ર એક સિનિયર સીટીઝનને ટિકિટ અપાઈ
કોંગ્રેસે રાજકોટ માટે જાહેર કરી 22 ઉમેદવારોની યાદી, માત્ર એક સિનિયર સીટીઝનને ટિકિટ અપાઈ
author img

By

Published : Feb 2, 2021, 1:29 PM IST

  • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પડઘમ વચ્ચે રાજકોટમાં 22 ઉમેદવારોની યાદી જાહેર
  • 22 ઉમેદવારો પૈકી 11 નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું
  • 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા માત્ર એક ઉમેદવારનો સમાવેશ

રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી આગામી દિવસોમાં યોજાનાર છે. ત્યારે પ્રદેશ કોંગ્રેસ દ્વારા મ.ન.પા.ની ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં મોટાભાગનાં નામોને રિપિટ કરવામાં આવ્યા છે. જ્યારે કેટલાક નવા ઉમેદવારોને પણ કોંગ્રેસ દ્વારા ટિકિટ આપવામાં આવી છે. જ્યારે 60 વર્ષથી વધુનાં માત્ર એક ઉમેદવારને રિપિટ કરવામાં આવ્યા છે. રાજકોટ કોંગ્રેસ દ્વારા ઉમેદવારોનાં નામની જાહેરાત કરવામાં આવતા શહેર કોંગ્રેસ કાર્યાલય ફરીથી ધમધમી ઉઠ્યું છે.

ભાજપમાંથી આવેલા મહિલા કોર્પોરેટરને પણ ટિકિટ અપાઈ

પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજકોટ મહાનગરપાલિકા માટેનાં ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં અગાઉ ભાજપમાંથી આવેલા પૂર્વ મહિલા કોર્પોરેટર ભેસાણીયા દક્ષાબેનને કોંગ્રેસમાંથી ટિકિટ આપવામાં આવી છે. તેઓને વોર્ડ નંબર 5માંથી ટિકિટ આપવામાં આવી છે. જ્યારે, મનસુખભાઈ કાલરીયાને પણ કોંગ્રેસ દ્વારા ફરી રિપિટ કરવામાં આવ્યા છે. જેઓની ઉંમર 60 વર્ષથી વધુ છે.

કોંગ્રેસ દ્વારા પસંદ કરાયેલા નવા ચહેરાઓ

  • ગોહિલ જલ્પાબેન શૈલેષભાઈ
  • હુંબલ દાનાભાઈ
  • નારણભાઈ સવસેતા
  • રૈયાણી જીતેન્દ્રભાઈ
  • મોરવાડિયા રતનબેન
  • મકવાણા ભરતભાઈ
  • જોશી જીગ્નેશભાઈ
  • ઘરસંડિયા ચંદ્રિકાબેન
  • ડોંગા વિશાલ
  • ગોહિલ ભાર્ગવી બા
  • સાગઠીયા ભારતીબેન

રિપિટ કરાયેલા 10 કોંગી કોર્પોરેટરો

  • મનસુખભાઈ કાલરીયા
  • ઉર્વશી બા જાડેજા
  • વિજય વાંક
  • જાગૃતીબેન ડાંગર
  • ડુંડાણી મકબુલ
  • રસીલાબેન પરસાણા
  • સિમીબેન જાદવ
  • વલ્લભભાઈ
  • ટાંક જયાબેન
  • જાડેજા ઘનશ્યામસિંહ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.