ETV Bharat / city

ભગવદ ગીતા યાત્રા લોકચેતના વિકાસ અભિયાન હેઠળ રાજકોટમાં ચિંતન બેઠક યોજાઈ - Gujarat

ભારતીય ચરિત્ર નિર્માણ સંસ્થાન, દિલ્હી તેમજ માનવ અધિકાર આયોગ-ગુજરાતના સહયોગથી ભગવદ ગીતા યાત્રા અંતર્ગત રાજકોટ ખાતે એક ચિંતન બેઠક યોજાઇ હતી. માનવ અધિકારોની રક્ષા, અપરાધને રોકવા, સામાજિક ન્યાય, રાષ્ટ્રીય સુરક્ષા અને વિશ્વ શાંતિના ઉદ્દેશ સાથે મથુરાથી દ્વારકા સુધીની ભગવદ યાત્રાનો રાજકોટ ખાતે પડાવ કરવામાં આવ્યો હતો.

ચિંતન બેઠક
ચિંતન બેઠક
author img

By

Published : Jan 10, 2021, 3:46 PM IST

  • રાજકોટમાં યોજાઈ ચિંતન બેઠક
  • ભગવદ યાત્રાનો રાજકોટ ખાતે પડાવ થયો
  • સુશાસન લાવવામાં ઉપયોગી બેઠક

રાજકોટઃ ભારતીય ચરિત્ર નિર્માણ સંસ્થાન, દિલ્હી તેમજ માનવ અધિકાર આયોગ-ગુજરાતના સહયોગથી ભગવદ ગીતા યાત્રા અંતર્ગત રાજકોટ ખાતે એક ચિંતન બેઠક યોજાઇ હતી. માનવ અધિકારોની રક્ષા, અપરાધને રોકવા, સામાજિક ન્યાય, રાષ્ટ્રીય સુરક્ષા અને વિશ્વ શાંતિના ઉદ્દેશ સાથે મથુરાથી દ્વારકા સુધીની ભગવદ યાત્રાનો રાજકોટ ખાતે પડાવ થયો હતો.

ચિંતન બેઠક
ભગવદ ગીતા યાત્રા લોકચેતના વિકાસ અભિયાન હેઠળ રાજકોટમાં ચિંતન બેઠક યોજાઈ

ભગવદ ગીતાના અધ્યયન- અમલીકરણથી સુશાસન લાવી શકાય

આ પ્રંસગે રાજકોટ ખાતે ભારતીય ચરિત્ર નિર્માણ સંસ્થાના પ્રણેતા રામકૃષ્ણ ગોસ્વામીએ ભગવદ ગીતાના ગહન અધ્યયન અને તેના અમલીકરણ દ્વારા સુશાસન લાવી શકાય છે. સમાજમાં શાંતિ અર્થે ચરિત્ર નિર્માણ થકી અપરાધીકરણ અટકાવી શકાય છે. જેના માટે ભગવદ ગીતા સૌથી ઉત્તમ માર્ગદર્શક ગ્રંથ છે. ભગવદ ગીતામાં વિશ્વની તમામ સમસ્યાઓનું સમાધાન છે. સમાજના બૌદ્ધિક લોકો, યુવા તેમજ વિદ્યાર્થીઓ ચરિત્ર નિર્માણના આ મહાઅભિયાનમાં જોડાઈ વિશ્વ શાંતિ માટે આગળ આવે તેમ રામકૃષ્ણ ગોસ્વામી આહવાન કર્યું હતું.

જેલના કેદીઓને ગીતાના માધ્યમથી સમાજ સાથે જોડવાનું ક્રાંતિકારી અભિયાન

ગોસ્વામીએ વિશેષ પ્રકાશ પાડતા કહ્યું હતું કે, ભગવદ ગીતાના વિવિધ શ્લોકોના માધ્યમથી શ્રેષ્ઠ સમાજના રાષ્ટ્રનું નિર્માણ માટે શ્રીકૃષ્ણએ 5000 વર્ષ પહેલા આપેલા વિચારો અને સંદેશા આજના સમયમાં પણ પ્રેરક છે. તેમને જેલના કેદીઓને ગીતાના માધ્યમથી સમાજ સાથે જોડવાનું ક્રાંતિકારી અભિયાન હાથ ધર્યું છે. રાજકોટ ખાતે યોજાયેલી આ ચિંતન બેઠકમાં જે. એમ. પનારા, નરેન્દ્રસિંહ સોઢા, રાજકોટ, ગોંડલ, ધોરાજી પ્રાંત અધિકારીઓ, પોલીસ વિભાગ તેમજ અન્ય વિભાગના અધિકારીઓ, સામાજિક સંસ્થાના અગ્રણીઓ જોડાયા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.