- સાબરમતી આશ્રમ ખાતે 12 માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિ
- રાજકોટમાં ડેપ્યુટી સીએમની ઉપસ્થિતિમાં ઉજવાશે, આઝાદી કા અમૃત મહોત્સવ
- નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન
રાજકોટ: અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતે આવતીકાલે 12 માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં 'સેલિબ્રેટિંગ ઇન્ડિયા @75 આઝાદી કા અમૃત મહોત્સવ'ના પ્રારંભના ઉપલક્ષ્યમાં રાજકોટ જિલ્લા વહિવટી તંત્ર અને રાજકોટ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે 'સેલિબ્રેટિંગ ઇન્ડિયા @75 આઝાદી કા અમૃત મહોત્સવ' કાર્યક્રમનું રાજકોટના મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
સવિનય કાનૂનભંગની દાંડીકુચની યાદગીરી રૂપે ફ્લેગમાર્ચ
રાજકોટ ખાતે ગાંધી મ્યુઝિયમ ખાતે 12માર્ચના રોજ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં સવારે 9 કલાકે સ્કૂલના છાત્રો દ્વારા મહાનુભાવોનું પારંપરિક સ્વાગત કરાશે, સ્વાતંત્ર્ય સેનાનીઓને આદરાંજલિ, સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો, ગાંધીજીના પ્રિય ભજનો, પ્રાર્થના, ગાંધીજીના જીવન આધારિત “એ મારા ગાંધી વાલીડા તને જાજી ખમ્મા” ગરબો રજૂઆત કરવામાં આવશે. આ પ્રસંગે વિવિધ કોલેજ અને સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના એન.એસ.એસ.ના 100 છાત્રો દ્વારા સવિનય કાનૂનભંગની દાંડીકુચની યાદગીરી રૂપે ફ્લેગમાર્ચ રજૂ કરવામાં આવશે. આઝાદીના જંગમાં પોતાના જાન ન્યોછાવર કરનારા ભારતના વીર સપૂતોના માનમાં બે મિનિટનું મૌન પાળવામાં આવશે. જાણીતા વક્તાઓ શૈલેષભાઇ સગપરિયા તેમજ જવલંત છાયા આઝાદી અંગેના તેમના વિચારો રજૂ કરશે. ગાંધીના વિચારો અને આજનું ભારત થીમ આધારીત ટૂંકી ડોક્યુમેન્ટ્રીનું પ્રસારણ કરવામાં આવશે.
પીએમ મોદીએ ગાંધી મ્યુઝિયમનું કર્યું હતું લોકાર્પણ
વડાપ્રધાન મોદી મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં રાજકોટ સ્થિત મહાત્મા ગાંધી મ્યુઝિયમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ત્યારથી લઈને આજ દિન સુધીમાં 1,69,543 જેટલા મુલાકાતીઓએ ગાંધી મ્યુઝિયમની મુલાકાત લીધી છે. જેમાં 787 જેટલા વિદેશી મુલાકાતીઓએ ગાંધી મ્યુઝિયમને નજરે નિહાળ્યું છે. આ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટંસિંગ સાથે લોકો બેસી શકે તેવા વિશાળ ડોમનું આયોજન કરવામાં આવ્યું છે.
ગાંધીજીને રાજકોટ સાથે સ્વાતંત્ર્ય ચળવળમાં પણ નાતો
આઝાદીના સંગ્રામમાં રાજકોટનું સવિશેષ યોગદાન રહ્યું છે. ગાંધીજીનું ભણતર અને ઘડતર રાજકોટમાં થયું છે. ગાંધીજીને રાજકોટ સાથે સ્વાતંત્ર્ય ચળવળમાં પણ નાતો રહ્યો છે. કસ્તુર બા ગાંધીના જીવનની સ્મૃતિઓ પણ રાજકોટ સાથે જોડાયેલી છે. ગાંધીજીના જીવન મૂલ્યો સાથે પ્રત્યક્ષ રીતે સંકળાયેલા એવા ક.બા.ગાંધીનો ડેલો તથા રાષ્ટ્રીય શાળા રાજકોટ શહેરની અમુલ્ય વિરાસતનું જીવતુ જાગતું ઉદાહરણ છે. રાજકોટમાં ડેપ્યુટી CMની ઉપસ્થિતિમાં ઉજવાશે 'સેલિબ્રેટિંગ ઇન્ડિયા @75 આઝાદી કા અમૃત.