- સિનિયર સીટીઝનોને કોરોના વેક્સિન આપવામાં આવતી હોવાથી લીધી વેક્સિન
- કોઈપણ જાતનો ભય અને ચિંતા રાખ્યા વગર વેક્સિન લેવા માટે કરી અપીલ
- વિંછીયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લીધો કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ
રાજકોટ: હાલમાં ચાલી રહેલા કોરોના વેક્સિનેશનનાં ત્રીજા તબક્કામાં 60કે તેથી વધુ ઉંમર ધરાવતા લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. ત્યારે રાજ્યના કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળીયાએ રાજકોટ ગ્રામ્યનાં વીંછિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો.
લોકોને વેક્સિન લેવા માટે કરી અપીલ
તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કોરોના વેક્સિન મુકાવવામાં આવી હતી. ત્યારે રાજકોટ જિલ્લામાં કોરોના વેક્સિન મૂકાવવાનો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે. જેમાં 60કે તેથી વધુની ઉંમર ધરાવતા લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. ત્યારે, રાજ્યના કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળીયાએ પણ વીંછિયા ખાતે કોવિડ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. આ સાથે તેમણે અપીલ કરી હતી કે, વેક્સિન એકદમ સલામત છે. તેની કોઈ આડઅસર થતી નથી કે કોઈ શારીરિક તકલીફ પણ ઊભી થતી નથી. આથી કોઈપણ જાતનો ભય કે ચિંતા રાખ્યા વગર અને અફવાઓમાં આવ્યા વગર સરકારની નીતિ નિયમો મુજબ કોરોનાની વેક્સિન આપવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે દરેક નાગરિકે સ્વૈચ્છિક રીતે આગળ આવીને વેક્સિન લેવી જોઈએ.