રાજકોટ : રાજકોટ પાસેના કોઠારીયા ગામે રહેતો લક્ષ્મણ રમેશભાઈ કુકડિયા વોરા કોટડા ગામે રહેતા તેના મામા નાનજીભાઈ માવજીભાઈ બાવળીયાના ઘરે બે દિવસ પહેલા આવ્યો હતો. બપોરના ભેંસો ચરાવતી વેળાએ ભેંસો નદીના પાણીમાં જાવા લાગતા તેને રોકવા જતા લક્ષ્મણ નદીના ઊંડા પાણીમાં ગરક થઇ જતાં તેનું મોત નિપજ્યું હતું.
જો કે, ગ્રામજનો અને ગોંડલ નગરપાલિકાના ફાયર ફાઇટરો-તરવૈયાઓને ઘટનાની જાણ થતા તરવૈયાઓએ કલાકોની મહેનત બાદ યુવાનના મૃતદેહને નદીના પાણીમાંથી બહાર કાઢી પોસ્ટમાર્ટમ માટે ગોંડલ સરકારી દવાખાને ખસેડાયો હતો.