ETV Bharat / city

ઉપલેટાના કટલેરી બજારમાં બ્લાસ્ટ થતાં દોડઘામ, 2 વ્યક્તિઓના થયા મૃત્યુ

રાજકોટના ઉપલેટામાં સવારના સમયે કટલેરી બજારમાં બ્લાસ્ટ થયો હતો જેમાં 2 વ્યક્તિઓના મૃત્યુ થયા હતા. બ્લાસ્ટ ગેસના સિલેન્ડર ફાટવાના કારણે થયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.

ઉપલેટાના કટલેરી બજારમાં બ્લાસ્ટ થતાં દોડઘામ, 2 વ્યક્તિઓ મૃત્યુ

author img

By

Published : Sep 24, 2021, 12:48 PM IST

Updated : Sep 24, 2021, 2:44 PM IST

  • રાજકોટના ઉપલેટામાં બ્લાસ્ટ
  • 2 વ્યક્તિઓના મૃત્યું
  • બ્લાસ્ટનું કારણ અકબંધ

રાજકોટ: જિલ્લાના ઉપલેટા વિસ્તારમાં કટલેરી બજારમાં બ્લાસ્ટ થતાં બે વ્યક્તિઓના ઘટનાસ્થળે મૃત્યુ થયા છે. ઉપલેટા કટલેરી બજારમાં ભંગારની દુકાનમાં કામ કરતા બે વ્યક્તિઓના બ્લાસ્ટ થતાં મૃત્યુ થયા છે. જો કે આ ઘટના અંગેની જાણ થતાં જ પોલીસ અને 108નો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

આ પણ વાંચો : સપ્તાહના છેલ્લા દિવસે ઐતિહાસિક ઉંચાઈ સાથે શરૂ થયું Share Market, સેન્સેક્સ પહેલી વાર 60,000ને પાર

બ્લાસ્ટનું કારણ ગેસ સિલેન્ડર

આ બ્લાસ્ટનો અવાજ સાંભળતા જ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળાં એકઠા થઈ ગયા હતાં. જો કે, હજુ સુધી આ બ્લાસ્ટ ગેસનો સિલેન્ડર ફાટવાના કારણે થયો છે. હાલમાં પોલીસ દ્વારા આ ઘટનાને લઇ તપાસ ચાલી રહી છે તેમજ કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે. જે બે વ્યક્તિઓના મૃત્યુ છે તેમાં રહીશ રજાક કાણા ( ઉ.વ. 27) અને રજાક અજિત કાણા ( ઉ.વ. 60 ) નો સમાવેશ થાય છે.

Last Updated : Sep 24, 2021, 2:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.