ETV Bharat / city

નગરપાલિકા પ્રમુખને સસ્પેન્ડ કરાયા, દારૂની બોટલ સાથે વીડિયો બનાવ્યો - Bhayavadar Nagar palika

સૌરાષ્ટ્રના મહાનગર રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદર નગરપાલિકા પ્રમુખને સસ્પેન્ડ (Bhayavadar Nagar palika) કરી દેવાયા છે. આ પ્રમુખે પોલીસની કામગીરી પ્રત્યે એક ઉશ્કેરણીજનક વીડિયો (Upleta Viral Video) વાયરલ કરતા મામલાનો નોંધ પોલીસ ચોપડે પણ થઈ હતી. આ ઉપરાંત નગરપાલિકા પરિસરમાં કેફી દ્રવ્યનું સેવન કરેલી હાલતમાં પણ મળી આવ્યા હતા.

નગરપાલિકા પ્રમુખને સસ્પેન્ડ કરાયા, દારૂની બોટલ સાથે વીડિયો બનાવ્યો

author img

By

Published : Aug 9, 2022, 7:16 PM IST

રાજકોટઃ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદર નગરપાલિકાના (Bhayavadar Nagar palika) પ્રમુખ નયનકુમાર નયનકુમાર જયંતીલાલ જીવાણીને થોડા સમય પહેલા ભાયાવદરમાં બનેલા બનાવ અને નોંધાયેલ ફરિયાદ બાદ ગુજરાત નગરપાલિકા અધિનિયમ (Gujarat Nagarpalika Act) હેઠળ તેમને તેમના પદ પરથી મોકૂફ કરી દેવામાં આવ્યા છે. જેને લઈને નગરપાલિકા વિભાગમાં અનેક પ્રકારની વાતો થઈ રહી છે. ઉપલેટાના ભાયાવદર નગરપાલિકા (Bhayavadar Nagar palika President) હાલના પ્રમુખ નયનકુમાર જયંતીલાલ જીવાણી ઉપર IPCકલમ-294(ખ)મ 504 અન્વયે સરદાર ચોકમાં જાહેરમાં માણસો ભેગા કરી ઈંગલીશ દારૂની (IPC Section 510) ખાલી બોટલનો વીડિયો રેકોર્ડ કરીને ગાળો ભાંડી હતી.

આ પણ વાંચોઃ ચોરની ભક્તિ, પહેલા દર્શન કર્યા પછી દાનપેટી ઊઠાવી પલાયન

વીડિયો વાયરસઃ આ કેસમાં ફરીયાદી એવા પંકજસિંહ પ્રભતસિંહ જાડેજા (પોલીસ હેડ કોન્સ્ટેબલ ભાયાવદર પોલીસ સ્ટેશન રાજકોટ ગ્રામ્ય)ને જાહેરમાં બિભસ્ત ગાળો કાઢી પોલીસની કામગીરી પ્રત્યે ખોટા આક્ષેપી કરી ઉશ્કેરણીજનક વીડિયો વાયરલ કર્યો હતો. આ અંગે ગુનો બનતા નયનકુમાર જયંતીલાલ જીવાણી ઉપર ભાયાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. ભાયાવદર નગરપાલિકાના હાલના પ્રમુખ નયનકુમાર જયંતીલાલ જીવાણી ઉપર પ્રોહી. એક્ટની કલમ-66(1)બી મુજબ પાસ પરમીટ કે આધાર વગર ભાયાવદર નગરપાલિકાના પરીસરમાં કેફી પ્રવાહી સેવન કરેલી સ્થિતિમાં જોવા મળ્યા હતા.

આ પણ વાંચોઃ CISFના કર્મચારી પર યુવતીએ લગાવ્યા ગંભીર આરોપ

પોલીસે ધરપકડ કરીઃ પીધેલી હાલતમાં મળી આવતા ગુનો બનતા નયનકુમાર જયંતીલાલ જીવાણી ઉપર ભાયાવદર પોલીસ સ્ટેશનમાં તા.17-01-2022 ના રોજ લોકઅપમાં રાખેલા હતા. એ પછી જામીન મળતા તેઓ મુક્ત થાય હતા. કોંગ્રેસ શાસિત નગરપાલિકાના પ્રમુખ સામે પોલીસે જુદા જુદા ગુના નોંધ્યા બાદ નગરપાલિકા નિયામકે આદેશ કરી તેમને પ્રખુખપદેથી સસ્પેન્ડ કર્યા છે. અને પ્રમુખનો ચાર્જ બીજો આદેશ ન થાય ત્યાંસુધી ઉપપ્રમુખને સંભાળવા હુકમ કર્યો છે.આ બોડીના હવે માત્ર 6 મહિના બાકી છે ત્યારે પ્રમુખને સસ્પેન્ડ કરવામાં આવતાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.