- રાજકોટના મંત્રએ સ્વિમિંગમાં દેશનું નામ કર્યું રોશન
- ભવિષ્યમાં કોચ બનવાનું લક્ષ્ય
- પીએમ મોદીને જલેબી ગાંઠિયા ખાવાનું આમંત્રણ
રાજકોટ: આજે આપણે વાત કરીશું રાજકોટના મનો દિવ્યાંગ મંત્ર જીતેન્દ્ર હરખાણીની, જેમણે ગત વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા બાળકો માટેના સર્વે શ્રેષ્ઠ એવોર્ડ એવા રાષ્ટ્રીય બાળ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. મંત્રને જન્મથી જ બોર્ન ડાઉન સિન્ડ્રોમ નામની બીમારી છે, છતાં પણ તેમણે વિશ્વ ભરમાં ભારતનું નામ રોશન કર્યું છે. સ્વિમિંગની સ્પર્ધામાં મંત્ર (Mantra in swimming competition )એ સ્થાનિક, જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ અનેક વખત પોતાનું બેસ્ટ પરફોર્મન્સ બતાવ્યું છે. વર્ષ 2016માં જ્યારે નેશનલ ઓલમ્પિક મુંબઈ (National Olympic in Mumbai)માં યોજાઈ ત્યારે બે ગોલ્ડ મેડલ તરણ સ્પર્ધામાં મેળવ્યા હતા અને ત્યારબાદ અબુધાબીમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય તરણ સ્પર્ધામાં મંત્રએ ગોલ્ડ મેડલ મેળવ્યો છે. ત્યારે ETV BHARAT દ્વારા મંત્ર અને તેમના પરિવાર સાથે ખાસ મુલાકાત કરવામાં આવી હતી.
પીએમ મોદીને જલેબી ગાંઠિયા ખાવાનું આમંત્રણ આપ્યું
કોરોના કાળ (corona epidemic in india) દરમ્યાન બાળ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલા દેશના વિવિધ બાળકો સાથે વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વાત કરી હતી. જેમાં રાજકોટના મંત્ર સાથે પણ વડાપ્રધાન મોદીએ ખાસ વાતચીત કરી હતી. જે દરમિયાન મંત્રએ પીએમ મોદીને ગાંઠિયા જલેબી ખાવાનું આમંત્રણ પાઠવ્યું હતું અને પીએમ મોદીએ પણ હસતાં-હસતાં આમંત્રણનો સ્વીકાર કર્યો હતો. જ્યારે મંત્રએ તરણ સ્પર્ધામાં ભારતનું નામ વિશ્વભરમાં રોશન કર્યું છે. જેને લઇને પીએમ મોદીએ મંત્ર અને મંત્રના માતા-પિતાને પણ શુભેચ્છાઓ પાઠવી હતી અને સારા ભવિષ્યની વાત કરી હતી. જ્યારે પીએમ મોદી સાથે વાત કરીને મંત્રમાં પણ ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો.
![Baalveer: રાજકોટના મંત્રએ સ્વિમિંગમાં દેશનું નામ રોશન કર્યું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-rjt-23-special-story-avbbb-7202740_02112021185316_0211f_1635859396_549.jpg)
ઘરે જ મોટાભાગની ટ્રેનિંગ
મંત્રની માતા બીજલ હરખાણીએ જણાવ્યું હતું કે, મંત્ર જન્મથી જ મનો દિવ્યાંગ છે. જ્યારે વર્ષ 2002માં મંત્રનો જન્મ થયો ત્યારથી જ અમે તેને ઘરે સ્પેશિયલ બાળકોને આપવામાં આવતી હોય તેવી ટ્રેનિંગ આપવાની શરૂઆત કરી હતી. તેને ઘરે જ એજ્યુકેશન, રમત ગમત અને સ્પેશિયલ થેરાપી આપવાનું શરૂ કર્યું હતુ. આ ટ્રેનિંગ સમયે ધીમે ધીમે અમને ખબર પડી કે મંત્રને પાણી પ્રત્યે ખૂબ જ લગાવ છે. જેને લઇને અમે તેને સ્વિમિંગની ટ્રેનિંગ આપવાની શરૂઆત કરી. ત્યારે સત્તત 5થી 6 વર્ષ સુધી સતત સ્વિમિંગની ટ્રેનિંગ કરી અને ત્યારબાદ તે ધીમેધીમે જિલ્લા કક્ષાએ, રાજ્યકક્ષાએ પછી રાષ્ટ્રીય કક્ષાએ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ પોતાનું સારું પરફોર્મન્સ આપ્યું હતું. જે દરમિયાન તેને ગોલ્ડ મેડલ પણ હાંસિલ કર્યો અને વિશ્વભરમાં ભારતનું નામ ગુંજતું કર્યું છે.
![Baalveer: રાજકોટના મંત્રએ સ્વિમિંગમાં દેશનું નામ રોશન કર્યું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-rjt-23-special-story-avbbb-7202740_02112021185316_0211f_1635859396_597.jpg)
મંત્રને આત્મનિર્ભર બનાવવાનું સ્વપ્ન
જ્યારે મંત્રની માતાએ વધુમાં જણાવ્યું હતું કે, વિશ્વ કક્ષાએ પણ તરણ સ્પર્ધામાં ભારતનું નામ રોશન કર્યું છે. ભવિષ્યમાં તે પેરા ઓલમ્પિકમાં પણ ભારતનું નામ રોશન કરે તેવી અમારી ઇચ્છા છે. જ્યારે મંત્ર ભવિષ્યમાં પણ પોતે આત્મનિર્ભર બને તે માટેની તેની ટ્રેનિંગ અમે તેને અત્યારથી જ આપી રહ્યા છે.
![Baalveer: રાજકોટના મંત્રએ સ્વિમિંગમાં દેશનું નામ રોશન કર્યું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-rjt-23-special-story-avbbb-7202740_02112021185316_0211f_1635859396_458.jpg)
2016માં મંત્ર ફાઉન્ડેશનની સ્થાપના
મંત્રના પિતા જીતેન્દ્ર સરખામણીએ ETV BHARATને જણાવ્યું હતું કે, મંત્રને મોટો કરવામાં અમે જે પ્રકારની તેને ટ્રેનિંગ આપી છે, તે પ્રકારની ટ્રેનિંગ આવા અન્ય બાળકોને મળે તે અને તેઓ પણ મંત્રની જેમ આગળ વધે તે માટે અમે સ્પેશિયલ ટ્રેનિંગ કોર્સ બનાવ્યો છે. તેમજ વર્ષ 2016માં અમે મંત્ર ફાઉન્ડેશનની સ્થાપના કરી છે. આ મંત્ર ફાઉન્ડેશનમાં હાલ 100 જેટલા સ્પેશિયલ બાળકો આવે છે અને પોતે આત્મનિર્ભર બને તે માટેની ટ્રેનિંગ લે છે.
આ પણ વાંચો: Baalveer: ભારતને એશિયન ચેમ્પિયનશીપમાં ગોલ્ડ અપાવનાર, અમદાવાદની સ્કેટર ખુશી
આ પણ વાંચો: BAALVEER: એક હાથે દિવ્યાંગ છતાં પણ રાજકોટના યુવાનની અનેરી સિદ્ધિ, આજે દેશ વિદેશમાં પણ જાણીતો