- રાજકોટમાં 400થી વધુ તબીબો હડતાળ પર
- છેલ્લા 3 દિવસથી હડતાળ પર છે તબીબ
- આરોગ્ય કમિશ્નર સાથે બોલાચાલીનો વીડિયો વાયરલ
રાજકોટ : રાજકોટ સહિત રાજ્યભરના બોન્ડેડ તબીબો, સિનિયર રેસિડેન્ટ ડોક્ટરો બે દિવસથી પોતાની વિવિધ માગ સાથે હડતાળ પર છે. જેમાં હવે ઇન્ટર્ન અને જુનિયર તબીબોએ સમર્થન આપ્યું છે. જેને લઈને હવે રાજકોટ સિવિલ હોસ્પિટલની મેડીકલ કોલેજના અંદાજીત 400 જેટલા વિવિધ ડોકટરો હડતાળ પર ઉતર્યા છે. જેને લઈને સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓની હાલત કફોળી બની છે. જ્યારે ડોક્ટરો પોતાની માગ પર અડગ છે અને આજે હળતાલનો ત્રીજો દિવસ છે.
રજુઆત માટે ગયેલા ડોક્ટર સાથે આરોગ્ય કમિશ્નરની જીભાજોડી
રાજ્યભરમાં 6 જેટલી મેડીકલ કોલેજના ડોક્ટરો છેલ્લા ત્રણ દિવસાથી હડતાળ પર છે. જેને લઈને આ અંગેની રજુઆત માટે ડોક્ટરો આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેને રજૂઆત કરવા ગયા હતા. જ્યાં આરોગ્ય કમિશ્નર દ્વારા હડતાળ પર ઉતરેલા તબીબો સાથે જીભાજોડી કરી હોવાનો ડોક્ટર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમજ આરોગ્ય કમિશનરે તબીબો પર બૂમો પાડી હતી. જે લોકો પ્રતિનિધિ તરીકે આવ્યા તે બધાના નામ પૂછ્યા અને ધમકીભર્યા સ્વરમાં કહ્યું કે, હવે હું તમારા બધાના નામ પરથી વિગતો કઢાવીશ કે કોણે કેટલું કામ કર્યું છે. આવી વાતો કહી હોવાનું આક્ષેપ કર્યોછે. આ તમામ બાબતોનો વિડીયો વાઇરલ થયો છે.
આ પણ વાંચો: વિપક્ષ મહિલાઓનું અપમાન કરી રહી છે: મનસુખ માંડવિયા
હડતાળ પર ઉતરેલા તબીબોની માગ
રાજ્ય ભરમાં હડતાળ પર ઉતરેલા તબીબોની માગ છે કે તેમના માટે એપ્રિલ માસમાં બોન્ડની જે 1:2ની જાહેરાત કરાઈ છે તે યથાવત્ રાખવામાં આવે. તાજેતરમાં જ નવા હુકમમાં કરાર આધારિત તબીબોની બદલી કરાઇ હતી અને બોન્ડનો સમય પણ 1:1 કરી દેવાયો હતો જેને લઈને આ ડોક્ટર છેલ્લા ત્રણ દિવસથી હડતાળ પર ઉતર્યા છે. ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવેલી મેડીકલ કોલેજ બહાર પણ અંદાજીત 400 જેટલા ડોક્ટરો હડતાળ પર બેઠા છે.
આ પણ વાંચો: વડોદરામાં કોરોનાની થીમ પર ગણેશજીની પ્રતિમા