- કોરોનાને લઈને વન્ય પ્રાણી વિભાગ પણ સતર્ક
- રાજકોટના પ્રાણી સંગ્રાહલયમાં તમામ પ્રાણીઓને રખાયા અન્ડર ઓબ્ઝર્વેશન
- તમામ પ્રાણીઓ હાલ સ્વસ્થ્ય
રાજકોટ : સમગ્ર દેશમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. ગત સપ્તાહમાં હૈદરાબાદ ઝૂ ખાતે સિંહમાં કોરોનાના લક્ષણ જોવા મળ્યા હતા. સમગ્ર દેશમાં જુદા જુદા રાજ્યોમાં સરકારી ઝૂ પર તંત્રએ સરકારની સુચનાથી ઝૂ મેડિકલ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત પ્રદ્યુમન પાર્ક ઝુમાં પણ સત્તાધીશો દ્વારા પ્રાણીઓની તબિયતનું મેડિકલ ચેકઅપ કરાવી પ્રાણીઓને ઓબ્ઝર્વેશન રાખ્યા છે. જેમાં હાલ ઝૂમા પ્રાણી ઓને કોઈપણ જાતનું લક્ષણ દેખાયા નથી અને હાલ તમામ પશુઓ સ્વસ્થ હોવાથી કોઇ પ્રાણીનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો નથી અને તમામનું ઓબ્ઝર્વેશન સમયાંતરે ઝૂમાં કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત 28 કર્મચારીઓના સ્ટાફ દ્વારા નિયમિત રીતે ચકાસણી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : હૈદરાબાદમાં 8 સિંહ કોરોના પોઝિટિવ આવતા ફફડાટઃ ગીરના પ્રાણી સંગ્રહાલયો બંધ રાખવા વનવિભાગનો આદેશ
તમામ પ્રાણીઓ અન્ડર ઓબ્ઝર્વેશન
રાજકોટ પ્રદ્યુમનપાર્ક ઝૂના સપ્રિટેન્ડેન્ટ ડો.આર.કે. હિરપરાએ જણાવ્યું હતું કે, રાજકોટ ઝૂમાં 16 સિંહ, 2 સાદા અને 8 સફેદ મળી કુલ 10 વાઘ, મગર, દીપડા, વાનર સહિત 450 જેટલા પશુઓનો સમાવેશ થાય છે. પ્રાણીઓનું ઓબ્ઝર્વેશન કરતા હાલ તમામ પ્રાણીઓ સ્વસ્થ છે. કોઇ પણ પશુમાં કોરોના કે અન્ય બીમારીના લક્ષણ જોવા મળી રહ્યા નથી.28 કર્મચારીઓના સ્ટાફ દ્વારા નિયમિત રીતે ચકાસણી કરી રહ્યા છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સિંહ કે વાઘનું ટેસ્ટિંગ કરવું સરળ નથી હોતું. તેમના ટેસ્ટિંગ કરવા માટે તેમને બેભાન કરવા પડતા હોય છે અને ત્યારબાદ તેમનું કોરોના ટેસ્ટિંગ થઇ શકે છે.