રાજકોટ: રેલવે સ્ટેશન પર RPF જવાનોની બહાદુરી અને સતર્કતાઓની અનેક ઘટનાઓ અગાઉ પણ સામે આવી ચૂકી છે, ત્યારે ફરી એકવાર આવી જ વધુ એક સતર્કતાની ઘટના (Rajkot rpf save old lady) સામે આવી છે. જેમાં રાજકોટ જંકશન રેલવે સ્ટેશન પર ચાલતી ટ્રેનમાંથી ઉતરવા જતા (woman slipped in running train) એક 62 વર્ષીય મહિલાનો પગ લાપસ્યો હતો અને વૃદ્ધા પડી ગયા હતા. જો કે આ સમયે ફરજ પર તૈનાત અને નજીકમાં ઉભેલ RPF જવાને તેમને ખેંચી લેતા મોટી દુર્ઘટના ટળી છે, ત્યારે આ સમગ્ર ઘટના CCTV માં કેદ થતા તેનો વીડિયો (Rajkot railway old woman slipped cctv) પણ સામે આવ્યો છે.
આ પણ વાંચોઃ માતાને સાપથી બચાવવા જતા બાળક પોતે જ બન્યો શર્પદંશનો ભોગ
આ અંગેની જાણવા મળતી વિગત અનુસાર એક 62 વર્ષીય મહિલા મીનાક્ષીબેન ચંદ્રકાન્તભાઈ ઠક્કર પતિ સાથે પ્લેટફોર્મ ટીકીટ લઈને પુત્ર-પુત્રીને ટ્રેન નંબર 12268 (HAPA-MMCT, Duronto exp)માં બેસાડવા માટે આવ્યા હતા. જોકે, ટ્રેન પ્લેટફોર્મ નંબર-1 પરથી પ્રસ્થાન કરી રહી હતી, ત્યારે કોચ નંબર B-2 માંથી ઉલટી દિશામાં મોઢું રાખીને ઉતરવા જતા સંતુલન ગુમાવ્યું હતું. જોકે બરાબર આ જ સમયે ત્યાં ફરજ પર હાજર RPF જવાન ASI નરેન્દ્રકુમાર ગૌતમની નજર તેમના ઉપર પડી હતી અને તેમણે દોડીને મીનાક્ષીબેનને પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે પડતા-પડતા બચાવી લીધા હતા.
આ પણ વાંચોઃ આખરે IITની વિદ્યાર્થિનીના મોતમાં પોલીસે સેલ ફોનની તપાસ શરુ કરી
CCTVમાં પણ સ્પષ્ટ જોઈ શકાય છે કે, ટ્રેન ધીમી-ધીમી આગળ વધી રહી છે અને કેટલાક મુસાફરો ટ્રેનમાં ચડી અને ઉતરી પણ રહ્યા છે. તે દરમિયાન એક 62 વર્ષીય મહિલા પણ ચાલતી ટ્રેને ઉતારવાનો પ્રયાસ કરે છે જેમાં મહિલાનો પગ લપસી જતા તે પડે છે, પરંતુ આ સમયે ત્યાં ફરજ પર હાજર RPF જવાન દોડીને તેમને પકડી લે છે અને બાદમાં ત્યાં હાજર મુસાફરો દોડીને પહોંચી જાય છે અને આ મહિલાને પડતા બચાવીને પ્લેટફોર્મ પર સલામત રીતે ખેંચી લે છે, ત્યારે RPFનાં જવાનની આ સમય સૂચકતાથી મહિલાનો જીવ બચી જાય છે.