ETV Bharat / city

Amba gets Italian parents: રાજકોટમાં નિર્દયી રીતે તરછોડાયેલી અંબાને મળ્યાં ઈટાલીના માવતર - રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ

2 વર્ષ પહેલા અંબા રાજકોટના મહિકા અને ઠેબચડા ગામની વચ્ચેથી લોહીલુહાણ હાલતમાં મળી આવી (Amba gets Italian parents) હતી. 2020ના વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં અંબા 20 જેટલા અણીદાર હથિયાર ઘા મારેલી હાલતમાં મળી આવી હતી. બાળકીની ખાનગી હોસ્પિટલમાં સારવાર પછી સંપૂર્ણ સ્વસ્થ કરવામાં આવી હતી. હવે, આ બાળકીને ઇટલીના દંપતિ દ્વારા દત્તક લેવામાં આવી છે.

author img

By

Published : Jan 15, 2022, 6:29 PM IST

રાજકોટ: વર્ષ 2020ના ફેબ્રુઆરી મહિનામાં (Amba gets Italian parents) મહિકા અને ઠેબચડા ગામની વચ્ચે એક નવજાત તરછોડાયેલી દીકરી મળી આવી હતી. 108ની ટીમ જ્યારે ઘટનાસ્થળ પર પહોંચી હતી, ત્યારે તરછોડાયેલી દીકરી રક્તરંજિત હાલતમાં હતી. 108ની ટીમ દ્વારા પ્રથમ તો આ દીકરીને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. એ બાદ વધુ સારવાર અર્થે દીકરીને રૈયા ચોકડી સ્થિત અમૃતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.

અંબાના શરીર પર તીક્ષ્ણ હથિયારના ઘા હતા

અંબાના શરીર પર તીક્ષ્ણ હથિયારના ઘા હતા અને લિવર સુધી ઘા પહોંચ્યા હોવાથી તેની હાલત ખૂબ જ ગંભીર હતી. ઠેબચડાની સીમમાંથી બાળકીને ઉઠાવીને જતા શ્વાનના મોઢામાંથી અંબાને છોડાવીને તેને કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બાળકીને માત્ર શ્વાનના દાંતની જ નહીં, પરંતુ તીક્ષ્ણ હથિયારના 20 ઘાની પણ ઇજા થઈ હતી.

લિવર સુધી તીક્ષ્ણ ઘા પહોંચ્યા હોવાથી ઇન્ટર્નલ ઓર્ગન ડેમેજ થયા

અંબા પર ઝનૂનથી ઘા ઝીંકવામાં આવ્યા હતા અને એને કારણે શરીરના ઊંડાણ સુધી તેની ઇજા પહોંચી હતી, લિવર સુધી તીક્ષ્ણ ઘા પહોંચ્યા હોવાથી લિવર સહિતના ઇન્ટર્નલ ઓર્ગન ડેમેજ થયા હતા. 3 મહિના સુધી સારવાર ચાલતા અંબા સ્વસ્થ બનતાં કાઠિયાવાડ બાલાશ્રમમાં મોકલવામાં આવી હતી, અહીં તેની સારી રીતે દેખરેખ રાખવામાં આવી રહી છે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે અંબાની મુલાકાત લીધી

8મી માર્ચ 2020ના રોજ રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા અમૃતા હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલી દીકરી અંબાની મુલાકાત લેવામાં આવી હતી. અંબાને મળ્યા બાદ લેટ્સ પ્રે ફોર અંબા નામના બોર્ડમાં મનોજ અગ્રવાલે પોતાની સંવેદના લખતાં જણાવ્યું હતું કે , ' વહાલી અંબા, વિશ્વ આખું તારા માટે પ્રાર્થના કરી રહ્યું છે તે આજે જે સ્મિત મને આપ્યું એનાથી મારો આખો દિવસ બની ગયો, હું ઈશ્વરનો આભાર માનું છું.’

ઈટાલીના ગુંથર દંપત્તીએ અંબાને લીધી દત્તક

દત્તકવિધિ માટે પ્રોસિજર કરવામાં આવી હતી જેમાં ઈટાલીના ગુંથર અને કેટરિનએ અંબાને દત્તક લેવા માટેની કાર્યવાહી પૂરી કરી છે અને આજે તેઓ અંબાને લેવા માટે રાજકોટ આવી પહોંચ્યા છે. ખુશીની વાત એ છે કે, અગાઉ પણ ગુંથર દંપત્તીએ ભારતના છતીસગઢ ખાતેથી તેજરામ નામના બાળકને 4 વર્ષ પહેલા દત્તક લીધેલું છે અને હવે ‘અંબા’ તેનું બીજું સંતાન બનશે.

આ પણ વાંચો:

રાજકોટની અંબાને ઇટલીના દંપતિ દ્વારા દત્તક લેવામાં આવશે

સુરત સ્વનિર્ભર શાળાઓ બાળકોને દત્તક લેશે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.