ETV Bharat / city

એઇમ્સ રિવ્યુ બેઠકઃ ખંડેરી રેલવે સ્ટેશનનો વિકાસ, ગ્રીન કોરિડોર બનાવાશે - એઇમ્સ

રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજે એઈમ્સ અંગેની રિવ્યુ બેઠક કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાઈ હતી.જેમાં એઇમ્સને લઈને મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતાં. તેમજ દર્દીઓ જ્યારે એઇમ્સ બનશે તો ઝડપી એઈમ્સ ખાતે પહોંચી શકે તેવા રોડ રસ્તા, રેલવે સ્ટેશન અંગેની ચર્ચા કરવા આવી હતી. બેઠકમાં જિલ્લા કલેક્ટર, એઈમ્સના અધિકારી, મનપા કમિશ્નર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને એઇમ્સ અંગે ચર્ચા કરી હતી.

એઇમ્સ રિવ્યુ બેઠક, ખંડેરી રેલવે સ્ટેશનનો વિકાસ, ગ્રીન કોરિડોર બનાવાશે

author img

By

Published : Dec 23, 2020, 10:54 PM IST

  • ખંડેરી રેલવે સ્ટેશનનો વિકાસ કરવામાં આવશે
  • એઈમ્સ ખાતે પહોંચી શકે તેવા રોડ રસ્તા, રેલવે સ્ટેશન અંગેની ચર્ચા
  • એઇમ્સને લઈને મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતાં

રાજકોટઃ રાજ્યમાં માત્ર રાજકોટ ખાતે જ એઇમ્સ શરૂ થવાની છે. ત્યારે એઇમ્સમાં સારવાર માટે ગુજરાત તેમજ દેશભરમાંથી દર્દીઓ રાજકોટ ખાતે આવી શકે છે. જેને લઈને મધ્યમ અને ગરબી દર્દીઓ ઓછા ખર્ચે એઈમ્સ ખાતે પહોંચે તે માટે એઇમ્સ નજીક આવેલ ખંડેરી રેલવે સ્ટેશનને મોટુ કરવા અંગેની ચર્ચા કરાઈ હતી. જેને લઈને અહીંથી પસાર થતી તમામ ટ્રેન ખંડેરી રેલવે સ્ટેશન ખાતે ઉભી રહી શકે અને એઇમ્સ ખાતે દર્દીઓ સહેલાઈથી પહોંચી શકે.

એઇમ્સને લઈને મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતાં
  • ઓર્ગન ઝડપી પહોંચે તે માટે ગ્રીન કોરિડોરની વ્યવસ્થા કરાશે

    એઇમ્સનું નિર્માણ થઈ જશે ત્યારે મોટાભાગના ઓપરેશન અહીં થશે. જ્યારે ભવિષ્યમાં દર્દીઓના ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની પણ સર્જરી ઉપલબ્ધ બનશે. જેને લઈને એઇમ્સ ખાતે અલગ અલગ જગ્યાએ કોઈ દર્દીને ઓર્ગન આવે તો તે ઝડપી પહોચે તે માટે એઇમ્સ ખાતે પહોંચનાર રસ્તાઓ પર ગીન કોરિડોરની વ્યવસ્થા રહે તેવા રસ્તાઓનું નિર્માણ આગામી સમયમાં કરવામાં આવશે.

  • 200 એકરમાં રૂ.1200 કરોડના ખર્ચે બનશે એઇમ્સ

    રાજકોટની ભાગોળે જામનગર રોડ પર આવેલ પરાપીપડિયા નજીક 200 એકરમાં અંદાજીત રૂ.1200 કરોડના ખર્ચે વર્ષ 2022 સુધીમાં એઇમ્સનું નિર્માણ થઈ જશે. ગુજરાતમાં માત્ર રાજકોટને એઈમ્સ ફળવામાં આવી છે. જેનો લાભ સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરના દર્દીઓને મોટી સંખ્યામાં થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.