ETV Bharat / city

ગુજરાતમાં પણ બની હૈદરાબાદ જેવી ઘટના, મુસ્લિમ યુવતીને મળ્યો 'લવ'માં લોસ્ટ

હૈદરાબાદમાં થોડા દિવસો પહેલા અન્ય ધર્મના યુવક સાથેે લગ્ન કરવા બદલ તેમના પતિ નાગરાજુને બેરહેમીથી માર મારી હત્યા કરવામાં આવી હતી. આ મામલો હજુ ઠંડો પડયો ન હતો કે, હવે ગુજરાતના રાજકોટમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં 22 વર્ષના યુવકની લવ સ્ટોરી (Rajkot Hindu Muslim Love Story)નો અંત પણ નિર્દય હત્યા સાથે થયો છે.

Lostafter hyderabad nagaraju now hindu boy lynched to death for love with muslim girl in gujarat rajkot

author img

By

Published : May 12, 2022, 12:13 PM IST

Updated : May 12, 2022, 2:05 PM IST

રાજકોટઃ હૈદરાબાદમાં થોડા દિવસો પહેલા અન્ય ધર્મના યુવક સાથેે લગ્ન (Rajkot Hindu Muslim Love Story) કરવા બદલ તેમના પતિ નાગરાજુને બેરહેમીથી માર મારી હત્યા (Rajkot hindu boy murder) કરવામાં આવી હતી. આ મામલો હજુ ઠંડો પડયો ન હતો કે, હવે ગુજરાતના રાજકોટમાં એક હૃદયદ્રાવક ઘટના (Rajkot hyderabad love story) સામે આવી છે. અહીં 22 વર્ષના યુવકની લવ સ્ટોરીનો અંત પણ નિર્દય હત્યા સાથે થયો છે. જણાવી દઈએ કે, યુવતી સુમિયાના ભાઈ અને પરિવારના સભ્યોએ મિથુન ઠાકુરને માર માર્યો હતો અને આ બાદ તેનુ મૃત્યુ નિપજ્યું હતું. સુમિયા તેના પ્રેમીને બચાવી શકી નહીં, ત્યારે તેણે તેના હાથની નસ કાપી આત્મહત્યાની કોશિશ કરી હતી. જોકે, તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેનો જીવ બચી ગયો હતો.

ગુજરાતમાં પણ બની હૈદરાબાદ જેવી ઘટના, મુસ્લિમ યુવતીને મળ્યો 'લવ'માં લોસ્ટ

કેટલાક મહિનાઓથી રિલેશનશિપમાં હતા: સ્થાનિક ફેક્ટરીમાં કામ કરતા મૂળ બિહારના વતની મિથુન ઠાકુર અને 18 વર્ષની યુવતી સુમિયા કડીવાર છેલ્લા કેટલાક મહિનાઓથી રિલેશનશિપ (Rajkot hindu muslim relationship)માં હતા. તેઓ જંગલેશ્વર મેઈન રોડ પર આવેલી રાધાકૃષ્ણ સોસાયટીમાં એક જ વિસ્તારમાં રહેતા હતા. આ દરમિયાન બંને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. તેમનો પ્રેમ વધ્યો અને તેઓએ લગ્ન કરવાનું નક્કી કર્યું.

ઘરમાં ઘુસીને માર માર્યો હતો: સોમવારે મિથુન ઠાકુરે સવારે 10 વાગે સુમિયાને તેના મોબાઈલ પર ફોન કર્યો હતો, પરંતુ તેના ભાઈ સાકિરે કોલનો જવાબ આપ્યો હતો. તેણે ઠાકુરને ભયંકર પરિણામોની ધમકી આપી અને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. સાકિર તેને સુમિયાથી દૂર રહેવાની ધમકી આપે છે.

બેભાન જોઈને પાડોશીઓ હોસ્પિટલ દોડી ગયા: સાકીર અને ત્રણ અજાણ્યા લોકો મિથુનના ઘરે ગયા અને તેને બેરહેમીથી માર માર્યો. એક પાડોશીએ તેને ઘરમાં બેભાન પડેલો જોયો અને તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયો, જ્યાંથી તેને ગંભીર ઈજાઓ અને બ્રેઈન હેમરેજ સાથે અમદાવાદ રીફર કરવામાં આવ્યો. ઠાકુરે બુધવારે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યો હતો.

આવો કિસ્સો સામે આવ્યો: બુધવારે જ્યારે સુમિયાને તેના મૃત્યુની ખબર પડી ત્યારે તેણે પણ પોતાનું કાંડું કાપીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. બુધવારે સુમિયાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી, જ્યાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી.

સાકીર સહિત એકની ધરપકડ: સુમિયાના માતા-પિતા છૂટાછેડા પામેલા છે અને તેની માતા પણ એક ખાનગી કંપનીમાં કામ કરે છે. મિથુન ઠાકુર અને તેના પિતા બિપીન રાજકોટમાં રહેતા હતા અને કારખાનામાં કામ કરતા હતા. ભક્તિનગર પોલીસ સ્ટેશનના નિરીક્ષક એલએલ ચાવડાએ જણાવ્યું હતું કે, “અમે પીડિતાના પિતાની ફરિયાદના આધારે સાકીર અને તેના એક સાથીની ધરપકડ કરી છે.

Last Updated : May 12, 2022, 2:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.