ETV Bharat / city

Action Plan: રાજકોટમાં જિલ્લા કલેક્ટરે અગ્રીમ પ્રોજ્કેટ્સની સમીક્ષા કરી - અધિકારીઓ સાથે બેઠક

રાજકોટમાં જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુ (District Collector Arun Mahesh Babu in Rajkot)એ રાજકોટ જિલ્લાના અગ્રીમ પ્રોજેક્ટ્સની પ્રવર્તમાન સ્થિતિ અને પ્રકલ્પો વહેલી તકે સંપન્ન થાય તે માટે વિવિધ વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠકો યોજી જરૂરી એક્શન પ્લાન (Action Plan) તૈયાર કર્યો હતો.

Action Plan: રાજકોટમાં જિલ્લા કલેક્ટરે અગ્રીમ પ્રોજ્કેટ્સની સમીક્ષા કરી

author img

By

Published : Jul 10, 2021, 10:29 AM IST

  • રાજકોટમાં જિલ્લા કલેક્ટર અરૂણ બાબુ (District Collector Arun Mahesh Babu in Rajkot)એ યોજી સમીક્ષા બેઠક
  • વિવિધ અધિકારીઓ સાથે જિલ્લાના અગ્રીમ પ્રોજેક્ટ્સની કરવામાં આવી સમીક્ષા
  • કલેક્ટરે હિરાસર એરપોર્ટ (Hirasar Airport), એઈમ્સ (AIIMS), ડિસ્ટ્રીક્ટ કોર્ટ (District Court) સહિતના પ્રોજેક્ટની સમીક્ષા કરી

રાજકોટઃ જિલ્લામાં હિરાસર એરપોર્ટ (Hirasar Airport), એઈમ્સ (AIIMS), ડિસ્ટ્રીક્ટ કોર્ટ (District Court) સહિતના પ્રોજેક્ટ અત્યારે ચાલી રહ્યા છે. ત્યારે આ તમામ પ્રોજેક્ટ્સની કામગીરીની સમીક્ષા કરવા જિલ્લા કલેક્ટર અરૂણ બાબુએ (District Collector Arun Mahesh Babu in Rajkot) સમીક્ષા બેઠક યોજી હતી, જેમાં વિવિધ અધિકારીઓ સાથે મળીને તમામ પ્રોજેક્ટ્સની સમીક્ષા કરવામાં આવી હતી. ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યપ્રધાન વિજય રૂપાણીના ડ્રીમ પ્રોજેક્ટ્સ હિરાસર ખાતે ઈન્ટરનેશનલ એરપોર્ટ તેમ જ એઈમ્સ ઝડપભેર આગળ વધે તે માટે કાર્યરત એજન્સીઓ સાથે કલેકટરે બેઠક યોજી હતી. પ્રોજેક્ટ્સ નિર્માણમાં તમામ અડચણો દૂર કરી ડેડલાઈન સાથે પૂર્ણ કરવા કલેકટરે વિશેષ ભાર મૂક્યો હતો.
આ પણ વાંચોઃ HM Pradipsinh Jadejaએ રથયાત્રાના રૂટની સમીક્ષા કરી

ડિસ્ટ્રીકટ કોર્ટની કામગીરી સંદર્ભે અધિકારીઓ સાથે બેઠક

કલેકટરે કાર્યરત એજન્સીઓને એરપોર્ટ રન-વે (Airport runway), એઈમ્સમાં કનેક્ટિવિટી રોડ (Connectivity Road in AIIMS), મુખ્ય બિલ્ડીંગ નિર્માણ કાર્યને અગ્રીમતા આપવા સૂચન કર્યું હતું. આ સાથે જ કલેક્ટર અરુણ મહેશ બાબુએ (District Collector Arun Mahesh Babu in Rajkot) રાજકોટ ભાગોળે બનતી ડિસ્ટ્રીકટ કોર્ટ (District Court)ની કામગીરી સંદર્ભે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી કામગીરીની સમીક્ષા કરી બિલ્ડિંગના કામ ઝડપી પૂર્ણ થાય તેમજ જરૂરી ઈન્ટિરિઅર, રસ્તા સહિતના કામો પૂર્ણ કરવા સૂચના આપી હતી.

કલેક્ટરે હિરાસર એરપોર્ટ (Hirasar Airport), એઈમ્સ (AIIMS), ડિસ્ટ્રીક્ટ કોર્ટ (District Court) સહિતના પ્રોજેક્ટની સમીક્ષા કરી

આ પણ વાંચોઃ third wave of corona : શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિહ ચુડાસમાએ કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા કરી

કલેક્ટર દ્વારા મહત્ત્વના પ્રોજેક્ટની કરવામાં આવી સમીક્ષા

રાજકોટ કલેક્ટર દ્વારા ઈશ્વરીય પાર્ક ખાતે સાયન્સ સેન્ટર, પ્રેમ મંદિર પાસે આકાર પામતુ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, માધાપર ચોકડી ખાતે ઓવરબ્રિજ, જનાના હોસ્પિટલ, જૂની કલેક્ટર કચેરી ખાતે વિવિધ વિભાગના રિનોવેશન સહિતની કામગીરીની સમીક્ષા પણ આ તકે કરી હતી. કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી વિવિધ બેઠકમાં પ્રાન્ત અધિકારી ચરણસિંહ ગોહિલ, સિદ્ધાર્થ ગઢવી, વિરેન્દ્ર દેસાઈ, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર નિતેષ કામદાર, સુરેન્દ્રનગર તેમ જ ચોટીલાના અધિકારીઓ, સિવિલના ડોક્ટર્સ તેમજ વિવિધ વિભાગના અધિકારી અને કાર્યરત એજન્સીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.