- તૌકતે વાવાઝોડાને કારણે ગયો માસુમનો જીવ
- સરધારપુર ગામમાં દીવાલ ધરાશયી થતાં થઈ દુર્ઘટના
- વેર હાઉસની દીવાલ મકાન પર પડતા થયો અણબનાવ
રાજકોટ: જિલ્લાના જેતપુર તાલુકાના સરધારપુર ગામમાં વેર હાઉસની દીવાલ મકાન પર પડતા શ્રમિક પરિવારના રાજ રાહુલભાઈ હઠીલા ઉંમર વર્ષ ત્રણનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. શ્રમિક પરિવાર વેર હાઉસની બાજુના મકાનમાં આરામ કરી રહ્યો હતો. ત્યારે મોડી રાતે અતિભારે પવન અને વાવાઝોડાના હિસાબે વેર હાઉસની દીવાલ અચાનક મકાન પર પડતા શ્રમિક પરિવારના ત્રણ વર્ષના માસુમનું કરુણ મોત નીપજ્યું હતું.
આ પણ વાંચો: રાજકોટમાં આજીડેમ નજીક દીવાલ ધરાશાયી થતા બેના મોત, CCTV ફુટેજ આવ્યા સામે
ત્રણ વર્ષના બાળકનું કરુણ મોત નીપજ્યું હતુ
આ બનાવમાં મૃતક બાળકના પિતા રાહુલભાઈ શાંતિલાલ હઠીલા અને માતા રીંકુબેન રાહુલભાઈ હઠીલાને ઈજાઓ પહોંચતા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તૌકતે વાવાઝોડાના હિસાબે અતિભારે પવનના કારણે નવાગઢથી સરધારપુર જવાના રસ્તા ઉપર નિર્માણાધિન વેર હાઉસની દીવાલ પડી જવાથી શ્રમિક પરિવારના ત્રણ વર્ષના બાળકનું કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનાની પુષ્ટિ ગોંડલના પ્રાંત અધિકારી રાજેશકુમાર આલ દ્વારા સોશિયલ મીડિયા પર કરવામાં આવી હતી.
આ પણ વાંચો: હળવદના કડીયાણા ગામેે દીવાલ પડતા છ ભેંસના મોત