- મોબાઈલની બેટરી ફાટવાથી બાળકો ઇજાગ્રસ્ત થયા
- ઇજાગ્રસ્ત બાળકો પૈકી એક બાળકને આંખમાં ઇજા થઈ
- બાળકી સપના ઠાકોરને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી
મોરબી: વાંકાનેરમાં મોબાઇલની બેટરી ફાટવાથી 2 બાળકો ઇજાગ્રસ્ત થયા હતા. વાંકાનેરમાં 2 બાળકો મોબાઈલથી રમતા હતા. મોબાઈલ ચાર્જમાં હતો તે સમયે મોબાઈલની બેટરી ફાટવાથી ધડાકો થતા બાળકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્ત બાળકો પૈકી એક બાળકને આંખમાં ઇજા થઈ હોવાથી તેને અમદાવાદ ખાતે લઈ જવામાં આવ્યો છે. જ્યારે બાળકીને રાજકોટ સિવિલમાં દાખલ કરવામાં આવી છે.
આ પણ વાંચો: વાંકાનેર તાલુકામાં અકસ્માતના બે બનાવોમાં એકનું મોત, ત્રણ ઈજાગ્રસ્ત
બાળકોને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યામોરબીના વાંકાનેરમાં મોબાઈલની બેટરી ફાટતા 2 બાળકો ઇજાગ્રસ્ત થયા હતા. મોબાઈલથી રમતા બાળકોના માતા-પિતાને સાવધાન રહેવાની જરૂર છે. કારણકે, વાંકાનેર તાલુકાના વિનયગઢમાં મોબાઈલમાં રમતી વખતે બેટરી ફાટી હતી. જેનાથી ભાઈ-બેન બંને દાજ્યા હતા. ત્યારે બાળકી સપના ઠાકોરને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. જ્યારે બાળક વિજય ઠાકોરને વધુ ઇજા હોવાથી સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો.આ પણ વાંચો: વાંકાનેર નજીક ટ્રક પલટતા બે યુવાન ટ્રક નીચે કચડાયા, 1નું મોત, 1 ઈજાગ્રસ્ત