ETV Bharat / city

વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમના નામકરણ બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આપી પ્રતિક્રિયા - ગુજરાત

રાજકોટ મનપાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયા બાદ બુધવારે શહેરના બહુમાળી ચોક ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિજય ઉજવણીના માટે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી વિશેષ ઉપસ્થિત રહ્યાં હતા.

Gujarat
Gujarat
author img

By

Published : Feb 24, 2021, 10:37 PM IST

  • ભારતીય જનતા પાર્ટી દ્વારા વિજય ઉજવણીના માટે એક સભાનું આયોજન કરાયુ
  • રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યાં
  • રાજકોટની જનતાનો આભાર માન્યો
    વિજયભાઈ રૂપાણી

રાજકોટ: રાજકોટ મનપાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયા બાદ આજે શહેરના બહુમાળી ચોક ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિજય ઉજવણીના માટે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના મુખ્યપ્રધાન અને રાજકોટના પનોતા પુત્ર એવા વિજયભાઈ રૂપાણી વિશેષ ઉપસ્થિત રહ્યાં હતા. કાર્યક્રમ દરમિયાન તેમજ રાજકોટની જનતાનો આભાર માન્યો હતો અને નવા ચૂંટાયેલા કોર્પોરેટરોને પણ શુભેચ્છાઓ પાઠવી હતી. આ સાથે જ તેમને જણાવ્યું હતું કે, રાજકોટની જનતાએ ખોબલે ખોબલે ભાજપને મત આપ્યા છે. જેને લઈને ભાજપ પણ લોકોના કામ કરશે.

મોદી માત્ર ક્રિકેટ સ્ટેડિયમનું નામ અપાયું- મુખ્યપ્રધાન

અમદાવાદ ખાતે મોટેરા સ્ટેડિયમને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામ આપવામાં આવ્યું છે. જેને લઇને કોંગ્રેસ દ્વારા સરદાર પટેલનું અપમાન કર્યું હોવાનું વિરોધ કરવામાં આવ્યો હતો, ત્યારે સીએમ રુપાણી આ અંગે જણાવ્યું હતું કે, મોટેરા સ્ટેડિયમનું નામ જ માત્ર નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અપાયું છે. જ્યારે અહીં ભવિષ્યમાં વિવિધ રમતો માટે નિર્માણ થનારા સંકુલને સરદાર પટેલ નામ આપવામાં આવ્યું છે. કોંગ્રેસ હજુ સુધરતી નથી અને સરદાર સાહેબના નામ ઉપર રાજનીતિ કરે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.