રાજકોટ: શહેરના સ્ટર્લિંગ હોસ્પિટલના કેન્સર સર્જન (Sterling Hospital Cancer Surgeon) એવા ડો. કેતન કાલરીયાએ Etv Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારી પાસે તમામ પ્રકારના કેન્સરના દર્દીઓ (cancer patients in Rajkot) આવે છે પરંતુ આ બધામાં જ્યારે મોઢાના દર્દીઓના કેન્સરનું પ્રમાણ વધુ હોય છે. જ્યારે આ કેન્સર પાન, માવા, બીડી, સિગારેટ અને તંબાકૂના સેવનને કારણે થાય છે. તેમજ સૌરાષ્ટ્ર માવાનું વ્યસન વધારે હોવાને કારણે મોઢાના કેન્સરના દર્દીઓ પણ વધારે પ્રમાણમાં જોવા મળે છે.
આ પણ વાંચો: World Cancer Day: વિશ્વ આરોગ્ય સંસ્થાની વર્ષ 2022ની થીમ ‘ક્લોઝ ધ કેર ગેપ’ કાળજી વધારીએ, કેન્સર ઘટાડીએ
શરુઆતમાં મોઢામાં પડેલી ચાંદીમાં દુખાવો થતો નથી
ડો. કાલરીયાએ મોઢાના કેન્સર (Cancer cases in Rajkot) અંગેની વિગતો આપતા જણાવ્યું કે, જ્યારે આપના મોઢામાં ચાંદુ પડે છે ત્યારે દુખાવો થાય છે પરંતુ જ્યારે કેન્સરના રોગમાં મોઢામાં પડેલ ચાંદુ પ્રાથમિક તબક્કામાં દુખતું નથી. ત્યારબાદ તે ધીમેધીમે વધે છે એ મોટું થાય છે. તેમજ કોઈપણ દવા તમે કરાવો તો પણ આ ચાંદુ મટતું નથી અને ખ્યાલ આવે છે કે આ ચાંદુ કેન્સરના રોગનું છે. આમ જ્યારે મોઢામાં સમાન્ય ચાંદુ પડે તો તે મટી શકે છે.
આ પણ વાંચો: મનીષા કોઈરાલાએ આ ભયાનક તસવીરો સાથે પોતાનો કેન્સરની સારવારનો અનુભવ શેર કર્યો
40થી 60 વર્ષના પૃરુષોમાં વધુ પ્રમાણ
સામાન્ય રીતે મોઢાના કેન્સરના (oral cancer Rajkot) દર્દીઓનું પ્રમાણ 40થી 60 વર્ષના પૃરુષોમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. જામનગરથી રાજકોટમાં મોઢાના કેન્સરની સારવાર માટે આવેલા મહેશભાઈએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા ઘણા સમયથી તમાકુનું સેવન કરતા હતા અને જેના કારણે તેઓ કેન્સરના ભોગ બન્યા છે. હાલમાં તેમની સારવાર શરૂ કરવામાં આવી છે. તેમને પણ લોકોને તમાકુનું સેવન ન કરવાની અપીલ કરી છે.