- ખેડૂતો પાસેથી 600થી 700 સુધીના ભાવમાં ડુંગળી ખરીદાઈ
- ગુવાહાટી જતી ટ્રેનમાં ડુંગળીની નિકાસ કરવામાં આવી
- ગત મહિને કિસાન રેન્ક ટ્રેન દ્વારા 4 વખત ડુંગળી મોકલાઈ હતી
રાજકોટ: કેન્દ્ર સરકાર અને પશ્ચિમ રેલ્વેના ભાવનગર ડિવિઝનના સહકારથી કિસાન રેન્ક નામથી વિશેષ ટ્રેન ચલાવવામાં આવે છે. આ ગુડ્ઝ ટ્રેન મારફતે સૌરાષ્ટ્રના વેપારીઓ દ્વારા અંદાજે 550 મેટ્રિક ટન ડુંગળી ભરીને કિસાન રેન્ક ટ્રેન ગૌહાટી જવા રવાના કરવામાં આવી છે.
આ પણ વાંચો: મહુવા યાર્ડમાં મેનેજમેન્ટ અને વેપારીઓ વચ્ચે ડુંગળી મુદ્દે વિવાદ થતાં હરાજીનું કામકાજ બંધ
ધોરાજીથી 5મી વખત ટ્રેન મારફતે ડુંગળી મોકલાઈ
રાજકોટના ધોરાજી રેલવે સ્ટેશનથી ગુવાહાટી ખાતે કિસાન રેન્ક ટ્રેન દ્વારા ડુંગળીની નિકાસ કરવામાં આવી છે. જેથી ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહે છે અને ખેડૂતોની ડુંગળીઓની નિકાસ થતા ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા છે. છેલ્લા 2 મહિનામાં 5મી વખત કિસાન રેન્ક ટ્રેન મારફતે ડુંગળીની નિકાસ ધોરાજીથી અન્ય રાજ્યમાં મોકલવામાં આવતા ખેડૂતોને ખરેખર ખુબ જ ફાયદાકારક નિવડી રહી છે. કેન્દ્ર સરકાર અને પશ્ચિમ રેલ્વેના ભાવનગર ડિવિઝન તથા રાજય સરકાર આવી રીતે ખેડૂતોને સહકાર આપતી રહે તો વેપારીઓ, ખેડૂતો તેમજ સેંકડો લોકોને રોજગારી મળી રહે તેમ છે.
આ પણ વાંચો: ધોરાજીના ખેડૂતને પોષણક્ષમ ભાવો ન મળતાં ડુંગળી પશુઓને ખવડાવી