રાજકોટઃ શહેરની મારવાડી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ પોઝિટિવ (Marwadi University Student corona Positive) આવતા શહેરભરમાં હાહાકાર મચી ગયો છે. હાલ રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા યુનિવર્સિટીમાં (Corona Cases Rajkot) જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજકોટમાં એકીસાથે 50 જેટલા વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતા શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો છે.
એકીસાથે 50 વિદ્યાર્થીઓ પોઝિટિવ
રાજકોટ શહેરમાં શુક્રવારે કોરોનાના 203 કેસ નોંધાયા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં 200 જેટલા કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. એવામાં રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં જ એકીસાથે 50 જેટલા કોરોનાના પોઝિટિવ કેસ (50 students tested positive for corona) નોંધાયા છે. જ્યારે હાલમાં આરોગ્ય તંત્ર દ્વારા હોસ્ટેલના ત્રણ માળને સીલ કરી ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. જ્યારે મોટાભાગના વિદ્યાર્થીઓને અહીં જ ક્વોરન્ટાઈન છે.
31stની યોજાઈ હતી પાર્ટી
રાજકોટ મારવાડી યુનિવર્સિટીમાં 31stની પાર્ટી યોજવામાં આવી હતી, જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓએ સોશિયલ ડિસ્ટનનો ભંગ કર્યો હતો અને માસ્ક વગરના ન્યુ યરની ઉજવણી કરતા જોવા મળ્યા હતા. આ પાર્ટીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રાજકોટ પોલીસ દ્વારા આ પાર્ટીના અયોજકની ધરપકડ પણ કરવામાં આવી હતી. આ ઘટનાને હજુ એક અઠવાડિયુ પણ પૂર્ણ નથી થયું ત્યાં અહીં 50 જેટલા વિદ્યાર્થીઓ એકીસાથે સંક્રમિત થયા છે.
આ પણ વાંચો: Corona In Ahmedabad: કોરોનાનું સંક્રમણ વધતા સ્કૂલો અને વાલીઓના હિતમાં DEOનો મહત્વનો નિર્ણય
આ પણ વાંચો: Corona In Junagadh: જૂનાગઢ જિલ્લા માટે રાહતના સમાચાર, કોરોનાના કેસો ઘટ્યા