- રાજકોટની જુદી-જુદી હોસ્પિટલોમાં 1,100 દર્દી લઈ રહ્યા છે સારવાર
- પોઝિટિવ કેસ અને મૃતકોની સંખ્યામાં સતત વધારો
- કોરોનાના મોત અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી લેશે
રાજકોટ: શહેરમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 19,000થી વધુ જોવા મળે છે. જ્યારે રાજકોટની જુદી-જુદી હોસ્પિટલોમાં 1,100 દર્દી સારવાર લઈ રહ્યા છે. ત્યારે શુક્રવારે 122 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. જ્યારે સિવિલમાં 590ની ક્ષમતા સામે 350 દર્દીઓ દાખલ થઈ ચૂક્યા છે. ત્યારે રાજકોટ જિલ્લામાં કુલ કેસનો આંક 27 હજારને પાર થતા હાલ 1398 એક્ટિવ કેસ હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો: ભરૂચમાં સેકન્ડ વેવમાં કોરોના બન્યો વધુ ઘાતક, છેલ્લા 19 દિવસમાં કોરોનાનાં કુલ 349 કેસ નોંધાયા
છેલ્લા 24 કલાકમાં શહેર અને જીલ્લાના 13 દર્દીઓએ કોરોનાની સારવાર દરમિયાન દમ તોડ્યો
છેલ્લા 05 દિવસનાં આંકડાઓ મુજબ તારીખ-29 માર્ચનાં 8ના મોત થયા, તારીખ-30 માર્ચના રોજ 8ના મોત થયા, તારીખ-31 માર્ચેના રોજ 13 મોત થયા, અને તારીખ-1 એપ્રિલના રોજ 8 મોત અને 2 એપ્રિલના રોજ 6 મોત મળીને માત્ર છેલ્લા 2 દિવસમાં 14 દર્દીઓના મોત સામે આવ્યા હતા.
આ પણ વાંચો: કુંભ પર 'મહા' ગ્રહણ: હરિદ્વારમાં 4 દિવસમાં 7 સાધુ કોરોના પોઝિટિવ
છેલ્લા 24 કલાકમાં 13 દર્દીઓના મોત
છેલ્લા 24 કલાકમાં શહેર અને જિલ્લાના 13 દર્દીઓએ કોરોનાની સારવાર દરમિયાન દમ તોડી દીધો છે પરંતુ સતત વધતા સંક્રમણથી લોકોમાં પણ ડરનો માહોલ ફેલાયો છે.