- આજે સમગ્ર વિશ્વમાં ફોટોગ્રાફી દિવસની ઉજવણી થઇ રહી છે
- જુનાગઢ અશ્વિન નાંઢા પાસે 50 વર્ષ કરતાં પણ વધુ જૂનો ફોટોગ્રાફીનો ડેટા સચવાયેલો
- આધુનિક યુગમાં પણ ફોટોગ્રાફીની કલા ડિજિટલ બની પરંતુ વર્ષો પહેલાંના કેમેરા આજે પણ એટલા જ મહત્વ
જૂનાગઢ: આજે (19 ઓગસ્ટ) સમગ્ર વિશ્વમાં ફોટોગ્રાફી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. વર્ષ 1837માં લુઈસ જેક નામના વ્યક્તિએ વ્યાપારિક ધોરણે ફોટોગ્રાફી પ્રોસેસ કરવામાં જે સિદ્ધિ મેળવી હતી ત્યારથી આજના દિવસને વિશ્વ ફોટોગ્રાફી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેના ભાગરૂપે સમગ્ર વિશ્વમાં 19મી ઓગસ્ટના દિવસે વિશ્વ ફોટોગ્રાફી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ઉજવણી પાછળનો છે ધ્યેય વિશ્વના તમામ ફોટોગ્રાફર કચકડે કંડારાતી તસવીરોમાં સમયના બદલાવની સાથે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી ફોટોગ્રાફી જેવી કલાને જનમાનસ પર વધુ અસરકારક રીતે પ્રસ્તુત કરે તેવા ઉદ્દેશ સાથે વિશ્વ ફોટોગ્રાફી દિવસની ઉજવણી ની શરૂઆત કરવામાં આવી હતી.
આ પણ વાંચો : એરહોસ્ટેસ શ્વેતાને અફઘાનિસ્તાનથી પરત આવેલા યાત્રીઓ કહે છે 'નીરજા', જાણો કેમ...
1930 થી શરૂ થયેલો ફોટોગ્રાફી પ્રત્યેનો પ્રેમ અશ્વિન નાંઢા આજે પણ બખૂબીથી નિભાવી રહ્યા છે
મૂળ જૂનાગઢના અને ફોટોગ્રાફી વ્યવસાયની શરૂઆત મુંબઈથી કરનાર નાંઢા પરિવાર પાસે આજે આધુનિક સમય અને ટેકનોલોજીના વ્યાપની વચ્ચે પણ વર્ષ 1950 થી લઈને 2000 સુધીની ફોટોગ્રાફ્સની નેગેટિવ આજે પણ સચવાયેલી જોવા મળે છે. અશ્વિને નાંઢા પાસે 1970 કરતાં પણ પહેલાનો કેમેરો આજે પણ ચાલું હાલતમાં છે. ફોટોગ્રાફરોની કુનેહ ફોટોગ્રાફી જેવા વ્યવસાય સાથે જોડાવું અને તેનાથી પણ ઉપર કહીએ તો કલાને સાચવવામાં તેને જીવંત રૂપ આપવામાં અને તસવીરોને જીવંત બનાવવાના જે શોખ સાથે ફોટોગ્રાફી જેવી કલાને વ્યવસાયના રૂપમાં અપનાવીને આજે કચકડે કંડારાયેલી તસવીરો આજે પણ સચવાયેલી જોવા મળે છે જે ફોટોગ્રાફી જેવા શોખને તસ્વીરના રૂપમાં સમગ્ર જગત સમક્ષ મુકવાની એક અનોખી ખુશી તસવીરકારો મેળવી રહયા છે.
આ પણ વાંચો : MLA પાસે જવાબ માંગતા નાગરિકને કરાયો તડીપાર, ધારાસભ્યએ કોર્ટમાં કહ્યું - હું SDMના સમર્થનમાં નથી