જૂનાગઢઃ વિસાવદરના કોંગેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ મુખ્યપ્રધાનને આવેદનપત્ર પાઠવીને મગફળીની ખરીદી પ્રક્રિયાના દિવસો વધારવાની માંગ કરી છે. રાજ્યમાં ગુરૂવારથી ટેકાના ભાવે મગફળી ખરીદી માટે ઓનલાઈન નોંધણી શરૂ થઈ છે.
![Visavadar MLA](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9016555_630_9016555_1601588896961.png)
રાજ્યમાં ગુરૂવારથી શરૂ થયેલી ખરીદ પ્રક્રિયા માટેનું રજીસ્ટ્રેશન 20 તારીખ સુધી ચાલશે. પરંતુ રજીસ્ટ્રેશન સાથે સંકળાયેલા કેટલાક કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગયા છે. જેને કારણે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પહેલા દિવસે ઠપ્પ થયેલી જોવા મળી હતી. ત્યારે હર્ષદ રિબડીયાએ ખેડૂતોને રજિસ્ટ્રેશનમાં જે અગવડતા પડી રહી છે, તેને ધ્યાને લઈને તેના દિવસોમાં વધારો કરવામાં આવે તેવી માંગ કરી છે.
આ ઉપરાંત તેમણે મગફળીની ખરીદી પ્રક્રિયા દરમિયાન એક બોરામાં 30 કિલો મગફળીનું પ્રમાણ ભરવાની સરકારે નીતિ બનાવી છે, તેમાં પાંચ કિલો જેટલો ઘટાડો કરીને પ્રતિ બોરમાં 25 કિલો જેટલી મગફળી ભરવામાં આવે તેવી પણ માંગ કરી છે.