ETV Bharat / city

Vasant Panchami 2022 : આજે વસંત પંચમીનો પાવન પર્વ, જાણો તેનુ આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને પ્રાકૃતિક મહત્વ - વસંત પંચમીની ઉજવણી

વસંત પંચમીના પાવન પર્વને હિંદુ ધર્મ સંસ્કૃતિમાં ખાસ મહત્ત્વ આપવામાં આવ્યું (Vasant Panchami 2022) છે. આજના દિવસે મા સરસ્વતીના જન્મદિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. સરસ્વતીની પીળા રંગના પુષ્પ અને વાઘાથી શણગાર કરીને તેમની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ દિવસે નવજાત બાળકોને અન્ન અને વિદ્યા સંસ્કાર આપવામાં આવતા હોય છે.

Vasant Panchami 2022 : આજે વસંત પંચમીનો પાવન પર્વ, જાણો તેનુ આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને પ્રાકૃતિક મહત્વ

author img

By

Published : Feb 5, 2022, 7:03 AM IST

જુનાગઢ: આજે વસંત પંચમીનો પાવન પર્વ (Vasant Panchami 2022) છે. આ દિવસને હિન્દુ ધર્મમાં ભારતીય વેલેન્ટાઈન દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે. આજના દિવસે પ્રકૃતિ સોળે કળાએ ખીલીને સમગ્ર પૃથ્વી પર પીળા રંગની ચાદર બિછાવીને જાણે કે આલિંગન આપતી હોય તેવો અનુભવ સૌ કોઈને થતા હોય છે. ખાસ કરીને પીળા રંગના પુષ્પો સવિશેષ પ્રમાણમાં પૃથ્વી પર ખીલેલા જોવા મળતા હોય છે. ધાર્મિક માન્યતા અને પરંપરા મુજબ આજના દિવસે નવજાત બાળકને પ્રથમ વખત અન્ન સંસ્કાર આપવાની પણ માન્યતા છે. આજના દિવસે અન્ન સંસ્કાર પ્રાપ્ત કરેલું પ્રત્યેક નવજાત બાળક તંદુરસ્તી તેમજ બુદ્ધિચાતુર્યમાં ખૂબ જ બળવાન બને છે.

આજે વસંત પંચમીનો પાવન પર્વ, જાણો તેનુ આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને પ્રાકૃતિક મહત્વ

આ પણ વાંચો: ભગવાન સ્વામિનારાયણ દ્વારા રચિત શિક્ષાપત્રીની આજે જયંતિ

વસંત પંચમીની ઉજવણી કોલેજના અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ કરી

આજે વસંત પંચમીના પાવન પર્વે કોલેજના અધ્યાપકો પી વી બારસિયા અને ભાવનાબેન ઠુમ્મર સાથે વિદ્યાર્થીઓએ મા સરસ્વતીના મંદિરમાં જઈને પૂજા અને દર્શન કરીને વસંત પંચમીના ધાર્મિક અને પાવનકારી પર્વની ઉજવણી કરી હતી, અને લોકોએ વસંત પંચમી અંગે પોતાના પ્રતિભાવો પણ આપ્યા હતા અને જણાવ્યું હતું કે, આપણી સનાતન હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં દરેક તહેવાર અને પ્રસંગોમાં કરવામાં આવતાં યજ્ઞ અને તેની ઉજવણીમાં વિજ્ઞાન સામેલ છે. આજથી ગરમ ઋતુની પણ ધીમા પગલે શરૂઆત થતી હોય છે. આજના દિવસે કામદેવની પૂજા કરવાનું પણ વિશેષ મહત્વ આલેખવામાં આવ્યું છે અને તેનો ઉલ્લેખ આપણા ધર્મશાસ્ત્રોમાં પણ જોવા મળે છે.

પંચમીને આપણા દેશનો વેલેન્ટાઈન ડે પણ માનવામાં આવે છે

પ્રાચીન સમયમાં જોવા મળતી માન્યતા પ્રમાણે આજથી પ્રકૃતિ નવ યૌવન સમા પ્રખર તેજ સાથે જોવા મળતી હોય છે, જેને લઇને વસંત પંચમીને આપણા દેશનો વેલેન્ટાઈન ડે પણ માનવામાં આવે છે કે. આ દિવસે ખાસ કરીને પીળા રંગના પુષ્પો ખૂબ પુષ્કળ પ્રમાણમાં સમગ્ર સૃષ્ટિમાં ખિલતા જોવા મળે છે. આજના દિવસે વિખૂટા પડેલા સૌ કોઈના મિલનને પણ ખૂબ શુભ માનવામાં આવે છે. ભાઈ-બહેન, પિતા-પુત્ર, પતિ-પત્ની અને મિત્રોનું મિલન જો આજના દિવસે થાય તો તેના સમગ્ર જીવનકાળ દરમિયાન તેઓ ક્યારેય વિખુટા નહીં પડે તેવી પણ એક માન્યતા આજના વસંત પંચમીના દિવસ સાથે જોડાયેલી છે.

આ પણ વાંચો: Saraswati Puja 2022: વસંત પંચમીના દિવસે સફેદ અને પીળા ફૂલોથી મા સરસ્વતીની પૂજા કરો

વસંત પંચમીની ઉજવણી જ્ઞાન પંચમી તરીકે પણ કરવામાં આવે છે

વસંત પંચમીની ઉજવણી આપણા સનાતન હિંદુ ધર્મ સંસ્કૃતિમાં જ્ઞાન પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્ઞાન કોઈ પણ વ્યક્તિને ત્યારે પ્રાપ્ત થઈ શકે જ્યારે જ્ઞાન ને ગ્રહણ કરનાર વ્યક્તિનું ચિત પ્રસન્ન હોય વસંતનો બીજો અર્થ પ્રસન્નતા પણ થાય છે, ત્યારે જો કોઈ પણ વ્યક્તિ કે સાધનને સાચું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો, આજના દિવસને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે.

જ્ઞાન પંચમી એટલે કે વસંત પંચમી

આદિગુરુ શંકરાચાર્યએ પણ જણાવ્યું છે કે, હંમેશા કોઈ પણ જીવની મુક્તિ જ્ઞાન થકી જ થતી હોય છે, ત્યારે જ્ઞાનની પ્રાપ્તિ યોગ્ય સમયે થાય તો કોઈપણ વ્યક્તિના જીવનને સફળ કરવા માટે આગળ ધપાવવાની તક મળતી હોય છે, ત્યારે જ્ઞાન પ્રાપ્ત કરવાની વર્ષ દરમિયાન આવતી એક માત્ર જ્ઞાન પંચમી એટલે કે વસંત પંચમીને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. એક પ્રાચીન ધાર્મિક પરંપરા અનુસાર વસંત પંચમીના દિવસે જગતગુરુ શ્રી હરિએ પણ દેવી સરસ્વતીની પૂજા કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.