ETV Bharat / city

various demand of junagadh in railway budget : આગામી રેલવે બજેટમાં જૂનાગઢ વાસીઓ દ્વારા કયા પ્રકારની માગ કરવામાં આવી રહી છે, તે અંગે જાણો... - 20 વર્ષથી પડતર પડેલા પ્રશ્નો

આગામી મહિને રેલવેનું બજેટ(Railway budget) બહાર પાડવાનું છે, તેના અનુસંધાને નાગરીકો દ્વારા પાછલા 20 વર્ષથી પડતર પડેલા પ્રશ્નોને(Questions that have been pending for 20 years) પાછા ઉઠાવવામાં આવી રહ્યા છે અને માંગણીઓ પુરી કરવા માટે જણાવી રહ્યા છે.

various demand of junagadh in railway budget

author img

By

Published : Jan 18, 2022, 5:49 PM IST

Updated : Jan 18, 2022, 5:57 PM IST

જૂનાગઢ : આગામી સમયમાં રેલવે વિભાગ જ્યારે બજેટ(Railway budget) બહાર પાડવા જઇ રહ્યું છે, તે દરમિયાન નાગરીકો પોતાની પડતર માંગણી જે છે તેનું નિરાકરણ આવે તે માટે રેલવે વિભાગ આગળ માગ કરી રહી છે. નાગરીકોએ માગમાં જણાવ્યું છે કે, રાજકોટથી સોમનાથ સુધી ડબલ ટ્રેકની સાથે આ માર્ગ પર ઈલેકટ્રીક લાઈન બેસાડવાનું કામ કરવામાં આવે અને વેરાવળથી સોમનાથ વચ્ચે બે ડેમુ ટ્રેન દોડાવામાં આવે.

various demand of junagadh in railway budget

20 વર્ષના પડતર પ્રશ્નોનું કરાશે નિરાકરણ?

પાછલા 20 વર્ષથી ભાવનગર રેલવે ડિવિઝન હેઠળ આવતી જુનાગઢ અને સોમનાથ રેલવે લાઈન પર કેટલીક માંગણીઓ આજે પણ પડતર જોવા મળી રહી છે, જેને લઇને ફરી એક વખત જૂનાગઢ અને સોમનાથની પડતર માગો પૂર્ણ કરવા નાગરીકોએ અવાજ ઉઠાવ્યો છે. જૂનાગઢ અને ગીર સોમનાથ રેલવે સ્ટેશન વિસ્તારને રાજકોટ ડિવીઝનમાં સમાવેશ કરવાની સાથે જૂનાગઢ શહેરમાં આવેલા મીટરગેજ રેલવે સ્ટેશનને શહેરની બહાર ખસેડવાની માગ કરવામાં આવી છે.

સોમનાથ રેલવે ટ્રેક પર ઇલેકટ્રીક લાઇનની કરાઈ માંગ

સોમનાથ સુધી ડબલ રેલવે ટ્રેક બનાવવાની સાથે આ લાઇન પર ઈલેક્ટ્રીક ટ્રેનો ચાલે તે માટેની વ્યવસ્થા ઊભી કરવા માટેની પણ માંગ કરવામાં આવી રહી છે. રાજકોટ અને વેરાવળ વચ્ચે મોટા પ્રમાણમાં પ્રવાસીઓ દરરોજ આવન-જાવન કરતા હોય છે, તેને ધ્યાને રાખીને દિવસ દરમિયાન બે જેટલી ડેમુ ટ્રેન રાજકોટ અને સોમનાથ વચ્ચે ચલાવવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. રામેશ્વર ઓખા ટ્રેનને બે ભાગમાં વિભાજીત કરીને એક ભાગને સોમનાથ સાથે જોડવાની પણ માંગ કરાઇ છે, વેરાવળ અને અમદાવાદ વચ્ચે ચાલતી દૈનિક ઇન્ટરસિટી ટ્રેનને બરોડા સુધી લંબાવવાની પણ માંગ કરવામાં આવી છે. આ સિવાય જુનાગઢ રેલવે સ્ટેશન વિસ્તારમાં રેલવેના વિકાસ કામોને લઈને પાછલા 20 વર્ષોથી પડતર માંગો છે તેને આગામી બજેટમાં સામેલ કરવામાં આવે તેવી પણ જુનાગઢના અગ્રણીઓ દ્વારા માગ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : Train accident in Valsad: વલસાડમાં ટ્રેન ઉથલાવવા અજાણ્યા શખ્સે રેલવે ટ્રેક પર મૂક્યો સિમેન્ટનો થાંભલો, જાનહાની ટળી

આ પણ વાંચો : Western Railway: વડોદરામાં કોરોનાના કેસમાં વધારો થતા રેલવે પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં વધારો

Last Updated : Jan 18, 2022, 5:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.