જૂનાગઢ: કોરોના રસીકરણ (Vaccination In Gujarat)ને લઇને ધીરેધીરે હવે પોલંપોલ સામે આવી રહી છે. 2 દિવસ પૂર્વે જૂનાગઢ (Vaccination In Junagadh)ના યુવાને રસીનો બીજો ડોઝ ન લીધો હોવા છતાં તેને રસીકરણથી સુરક્ષિત કરાયાનો સંદેશો તેના મોબાઈલ પર મોકલી આપવામાં આવ્યો છે, ત્યારે આજે આ અવ્યવસ્થાનો બીજો કિસ્સો પણ સામે આવી રહ્યો છે.
આરોગ્ય વિભાગની રસીકરણની ગોલમાલ ભરેલી નીતિ
19 એપ્રિલ 2021ના દિવસે કોરોનાથી અવસાન (Corona Death In Gujarat) પામેલા મીનાક્ષીબેન કવાને આરોગ્ય વિભાગે (Health Department Gujarat) 21 જાન્યુઆરી 2022ના દિવસે રસીકરણનો બીજો ડોઝ (Second Dose Of Corona Vaccine In Gujarat) આપીને સુરક્ષિત કરવામાં આવ્યા છે તેવો સંદેશો તેમના પતિ શાંતિલાલ કવાના મોબાઇલ ફોન પર ગઈકાલે મોકલવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણના સંદેશાને લઈને પોતાની મૃતક પત્નીની યાદમાં શાંતિલાલ કવા ખૂબ જ વ્યથિત જોવા મળી રહ્યા છે અને આરોગ્ય વિભાગની રસીકરણની ગોલમાલ (Fake Vaccination In Gujarat) ભરેલી નીતિને લઇને મૃતક મીનાક્ષી બેન કવાના પતિ શાંતિલાલ કવાએ દુઃખ વ્યક્ત કર્યું હતું.
રસીકરણના થોડાક દિવસ બાદ થયું હતું મોત
વર્ષ 2021ના એપ્રિલ મહિનાની શરૂઆતના દિવસોમાં મીનાક્ષીબેન અને શાંતિલાલ કવાએ એક સાથે કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. ત્યારબાદ મીનાક્ષીબેન અચાનક કોરોના સંક્રમિત થતા તેમને સિવિલ હોસ્પિટલ (Civil Hospital Junagadh)માં સારવાર માટે રાખવામાં આવ્યા હતા, જ્યાં તેમનું 19 એપ્રિલ 2021ના દિવસે કોરોનાને કારણે અવસાન થયું હતું. મીનાક્ષી બેનને બીજો ડોઝ લેવા માટે આરોગ્ય વિભાગે અનેક વખત ફોન કર્યા હતા, જેમાં તેમના પતિ શાંતિલાલભાઈ કવાએ મીનાક્ષીબેનનું અવસાન થયું છે તેવું રેકોર્ડ તેમને આપ્યું હતું.
આ પણ વાંચો: Corona In Gujarat: રાજ્યમાં કોરોનાના અધધધ...23 હજારથી પણ વધુ કેસ નોંધાયા, 15 લોકોના મોત
કોરોના રસીના બીજા ડોઝનો મેસેજ આવ્યો
તેમ છતાં ગઈકાલ સુધી આરોગ્ય વિભાગ મીનાક્ષી બેનને જીવિત માનતું હતું અને ગત 21મી જાન્યુઆરીના દિવસે તેમને કોરોના રસીનો બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે તે અંગેનો સંદેશો તેમના પતિ શાંતિલાલભાઈ કવાના મોબાઈલ પર મોકલી આપવામાં આવ્યો છે. એક મૃત વ્યક્તિને કરોનાની રસી કઈ રીતે આપી શકાય તેને લઈને શાંતિભાઈ કવા વ્યથિત બનીને સરકારની આ પોલંપોલ સામે રોષ પણ વ્યક્ત કરી રહ્યા છે.
આ પણ વાંચો: રાજયમાં કોરોનાના ખપ્પરમાં... 1500 કર્મચારી અને અધિકારીઓ સંક્રમીત, ગાઈડલાન્સના ભંગ બદલ 2.56 કરોડનો દંડ